Tue Oct 06 2026

Logo

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

2026-04-13 21:59:39
Author: Chandrakant Kanoja
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

અમદાવાદ : ભારતના  રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પધાર્યાં હતા.  ત્યારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

રાજકોટ AIIMSના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 એપ્રિલે રાજકોટ સ્થિત AIIMSના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેમજ  વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે. રાજકોટ  AIIMS રાષ્ટ્રીય સંસ્થાનો આ  પ્રથમ દીક્ષાંત સમારોહ છે.

સામાજિક સમરસતા મહોત્સવ'માં ઉપસ્થિત રહેશે 

જ્યારે 14 એપ્રિલે રાષ્ટ્રપતિ અમદાવાદ ખાતે લોક ભવનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અહીં તેઓ 'સામાજિક સમરસતા મહોત્સવ'માં ઉપસ્થિત રહી સમાજમાં એકતા, સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે અને ત્યાં યોજાનાર પાંચમા પદવીદાન સમારોહમાં પણ હાજર રહેશે.