Tue Aug 25 2026

Logo

ભારત-નેપાળ સીમા પર ફસાયા સેંકડો ટ્રક, સોનોલીમાં 10 કિમી લાંબી લાઇનથી વધી મુશ્કેલી

2026-05-10 16:21:05
Author: Mumbai Samachar Team
ભારત-નેપાળ સીમા પર ફસાયા સેંકડો ટ્રક, સોનોલીમાં 10 કિમી લાંબી લાઇનથી વધી મુશ્કેલી

મહરાજગંજઃ મેક્સિમમ રિટેલ પ્રાઇસ(MRP) નિયમને લઇને નેપાળ કસ્ટમ વિભાગ તરફથી છૂટ મળ્યા બાદ વેપારીઓને રાહત મળી છે. લાઇનમાં લાગેલા માલવાહકોને નેપાળ જવાની અનુમતિ મળવાથી 90 ભારતીય ટ્રક નેપાળ જતા રહ્યા છે. 

જો કે નેપાળમાં શનિવાર અને રવિવાર જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં ટ્રક હજુ પણ સોનૌલી સીમામાં ફસાયેલા છે. જેનાથી નૌતનવા-સોનૌલી માર્ગ પર અંદાજે 10 કિલોમીટર લાંબી કતાર લાગી ગઇ છે. આવામાં ચાલકોને ખાવા-પીવા, પાણી અને પાર્કિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

આનાથી ભૈરહવા -સોનૌલી બોર્ડર વિસ્તારમાં અસમંજસ જેવી સ્થિતિ બની છે. ટ્રક ચાલક તેમજ વેપારીઓની પરેશાનીમાં કોઇ ઘટાડો નથી થઇ રહ્યો. નેપાળ કસ્ટમ વિભાગ દ્વારા અસ્થાયી સુવિધા આપ્યા બાદ કસ્ટમ ક્લિયરન્સનું કાર્ય ગુરુવારે શરુ થયું. વિભાગે હાલ આ વ્યવસ્થા લાગુ કરી છે કે આયાતકાર સામાનને બજારમાં વેચાણ પહેલા MRP, બ્રાન્ડ, ઉપભોગની અંતિમ તિથિ સહિત જરુરી વિવરણવાળા લેબલ લગાવવાની લેખિતમાં જાહેરાત કરશે. 

આ આધારે લેબલ વગરના સામાનને પણ અસ્થાયી રીતે કસ્ટમથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ, વાણિજ્ય તથા પુરવઠા મંત્રાલયના નિર્દેશ પર વાણિજય વિભાગે 13 એપ્રિલે સૂચના બહાર પાડી આયાતી ખાદ્ય પદાર્થો અને પેકેજ્ડ સામાન પર MRP, બ્રાન્ડ અને ઉપભોગની અંતિમ તિથિ અંકિત કરવાનું અનિવાર્ય કરી દીધું હતું. 

ત્ચારબાદ 27 એપ્રિલથી લેબલવાળા સામાનનું કસ્ટમ ક્લિયરન્સ રોકી દેવામાં આવ્યું હતું. અચાનક નિયમ લાગૂ થવાથી ભૈરહવા નાકા પર 500થી વધુ ભારતીય ટ્રકોમાં લદાયેલો સામાન ફસાઇ ગયો હતો. વિભાગીય રાહત મળ્યા બાદ શુક્રવારે 90થી વધુ ટ્રકનો અટકેલો સામાન કસ્ટમમાંથી છોડાવાયો. ભેરહવા કસ્ટમ કાર્યાલય દ્વારા એક જ દિવસમાં 54 કરોડ નેપાળી રૂપિયા મહેસૂલી સંગ્રહ નોંધાયો.