હવામાન વિભાગની આગાહી ખોટી પડી! જૂન 2026માં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો
નવી દિલ્હી: જૂન મહિનો એ ભારતમાં ચોમાસાની સીઝનનો પહેલો મહિનો ગણાય છે, જેમાં સામાન્ય રીતે દેશભરમાં સરેરાશ 165.3 મીમી વરસાદની આશા હોય છે. પરંતુ આ વર્ષે જૂન મહિનો પૂરો થવાને આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે ભારતમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સ્થિતિ જોતાં આ મહિનો અત્યાર સુધીનો સૌથી સૂકો જૂન મહિનો સાબિત થઈ શકે છે.
125 વર્ષનો રેકોર્ડ તૂટવાની અણી પર
ભારતમાં વર્ષ 1901થી વરસાદના સત્તાવાર રેકોર્ડ રાખવામાં આવે છે ત્યારથી અત્યાર સુધીમાં માત્ર ચાર વર્ષ જ એવા રહ્યા છે, જેમાં જૂન મહિનાનો વરસાદ 100 મિલિમીટર (એમએમ) કરતાં ઓછો રહ્યો હોય! વિગતે વાત કરવામાં આવે તો વર્ષ 1905, 1926, 2009 અને 2014 માં 100 મીમીથી ઓછો વરસાદ પડ્યો હતો. અત્યાર સુધીનો સૌથી સૂકો જૂન મહિનો વર્ષ 2009માં રહ્યો હતો, જ્યારે માત્ર 87.5 મીમી વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે રવિવાર સુધી દેશમાં માત્ર 85.2 મીમી વરસાદ જ રેકોર્ડ નોંધાયો છે. જો આગામી બે દિવસમાં મોટો ફેરફાર નહીં થાય, તો 2009નો આ રેકોર્ડ પણ તૂટી જશે.
હવામાન વિભાગે જૂન માટે 92 ટકા અને સમગ્ર ચોમાસાની સીઝન માટે 90 ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ તેટલો વરસાદ થયો નથી. ચોમાસાના બાકીના મહિનાઓમાં 'એલ નિનો'ની અસર જોવા મળી શકે છે, જે હાલ સતત મજબૂત થઈ રહા છે. ઇતિહાસ પર નજર કરીએ તો 100 મીમીથી ઓછો વરસાદ ધરાવતા ચાર વર્ષોમાંથી ત્રણ વર્ષ (1926, 2009, 2014) એલ નિનોથી પ્રભાવિત હતા. આ વર્ષે પણ તેની અસર થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
શું તમે જાણો છો કે અલ નીનો ભારત પર કેવી અસર કરશે? હવામાન વિભાગ અને WMO ના તાજેતરના રિપોર્ટ મુજબ નવેમ્બર સુધી અલ નીનોનું સંકટ યથાવત રહેશે. ભારતની ખેતી અને ચોમાસા પર તેની શું અસર પડશે? જાણો આ વીડિયોમાં. #ElNino #WeatherUpdate #Monsoon2026 #ClimateChange #IndiaWeather #Agriculture… pic.twitter.com/8BVVmwjBEj
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 29, 2026
નબળા ચોમાસાના સ્થાનિક અને વૈશ્વિક કારણો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં વરસાદ ઘટવા પાછળ એલ નિનોની ભૂમિકા ખૂબ ઓછી છે. પ્રશાંત મહાસાગરમાં વાતાવરણીય ફેરફારો જૂનના પહેલા અઠવાડિયામાં જ શરૂ થયા હતા, પરંતુ તેની અસર ભારતીય ઉપમહાદ્વીપ પર દેખાતા હજુ થોડો સમય લાગશે. જૂન મહિનામાં વરસાદ ખેંચાવા પાછળ એલ નિનો સિવાય અન્ય કેટલાક લોકલ અને ગ્લોબલ પરિબળો કામ કરી રહ્યા છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ 8થી 15 જૂન સુધી તેની રફતાર સાવ અટકી ગઈ હતી. 18 જૂન પછી જ તેમાં થોડી તેજી આવી હતી. મેડન જુલિયન ઓસિલેશન (MJO) જે વિષુવવૃત્તીય ક્ષેત્રમાં વરસાદ લાવતી વાદળોની સિસ્ટમ છે - તે આ વખતે યોગ્ય સમયે સક્રિય નહોતી. તેના બદલે સૂકી ઉત્તરીય હવાઓ આ વિસ્તાર પર હાવી રહી, જેણે ચોમાસાના પવનોને આગળ વધતા રોક્યા.સામાન્ય રીતે મેના અંતમાં કે જૂનની શરૂઆતમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર થાય જે ચોમાસાને ગતિ આપે છે. પરંતુ 2025 અને 2026માં પ્રી-મોન્સૂન ગાળામાં કોઈ ચક્રવાત સર્જાયું નથી, જેથી ચોમાસાને જરૂરી ભેજ મળી શક્યો નથી.
Rain Ritual: વસ્ત્રાલમાં વરસાદ લાવવા અનોખો યજ્ઞ, તપેલામાં બેસીને કરાયા મંત્રોચ્ચાર!
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 28, 2026
ગુજરાતમાં ચોમાસું મોડું પડતાં અને અનેક વિસ્તારોમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સારા વરસાદ માટે પરંપરાગત પ્રજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
યજ્ઞ દરમિયાન… pic.twitter.com/2AQ1nljpv9
મે મહિનામાં ભારતમાં ચક્રવાત સૌથી વધુ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં વાર્ષિક ઓછામાં ઓછું એક મોટું ચક્રવાત ઉભરી આવ્યું છે. આ સમયગાળા દરમિયાન રેમલ (2024), મોચા અને બિપ્રજોય (2023), આસાની (2022) અને તોક્તે (2021) ચક્રવાત આવ્યા હતા. 2025 અને 2026ના ચોમાસા પહેલાના સમયગાળા દરમિયાન કોઈ ચક્રવાતી તોફાનો વિકસિત થયા નહોતા. આ વર્ષે ચોમાસું ચિંતાજનક રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.