Sat Sep 12 2026

Logo

હોર્મુઝ ક્રીક ખોલવા માટે 35 દેશની બેઠક, યુકે તરફથી મળ્યું ભારતને આમંત્રણ

2026-04-02 19:17:24
Author: Mumbai Samachar Team
હોર્મુઝ ક્રીક ખોલવા માટે 35 દેશની બેઠક, યુકે તરફથી મળ્યું ભારતને આમંત્રણ

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની આગ હવે એશિયાના મોટા દેશ સુધી પહોંચી છે. હોર્મુઝનો રસ્તો ખુલે એ માટે હવે દરેક દેશ ચિંતા કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જાણકારી આપી હતી કે, યુકે તરફથી ભારતને આ બેઠકમાં જોડાવવા માટેનું આમંત્રણ મળ્યું છે. હોર્મુઝ ક્રીક બંધ રહેતા ઊર્જાનું સંક્ટ ઊભું થયું છે જે દરેક દેશ માટે હવે ચિંતાનો મુખ્ય મુદ્દો બની રહ્યું છે. હોર્મુઝના પ્રતિબંધ પર સમાધાન માટે 35 દેશની બેઠકોનું આયોજન  કરવામાં આવી રહ્યું છે. 

નાગરિકોની સુરક્ષાએ પ્રાથમિકતા
પ્રવક્તા રણધીર જયસ્વાલે ઉમેર્યું હતું કે, બ્રિટન તરફથી ભારતને આ બેઠકમાં જોડાવવા માટે આમંત્રણ મળ્યું છે. આ બહુપક્ષીય વાર્તામાં સામેલ થયા બાદ અનેક મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચીવ વિક્રમ મિસ્ત્રી ભાગ લઈ રહ્યા છે. આ બેઠકનો હેતુ હોર્મુઝ જળમાર્ગ રૂટને ફરીથી ખોલવાનો રહ્યો છે, જેથી કરીને ઊર્જાની સપ્લાય સામાન્ય થાય. વધી રહેલું સંકટ ઓછું થાય. ભારતીયો અંગે જાણકારી આપતા જયસ્વાલે કહ્યું કે, મિડલ ઈસ્ટમાં આશરે 1 કરોડ જેટલા ભારતીયો રહે છે. આ તમામ અત્યારે સુરક્ષિત છે. આ ભારતીયો સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. 

ઈરાન અંગે કંઈ વાત ન કરી 
દુઃખની વાત એ છે કે, આ યુદ્ધમાં આઠ ભારતીયોના મૃત્યું નીપજ્યા છે. એક ભારતીય જે લાપતા થયા છે એની શોધ ચાલું છે. સરકાર પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે. આ માટે સરકાર સતત વૉચ રાખી રહી છે અને સતર્ક છે. સરકાર હોર્મુઝ ક્રીક પર નજર રાખી રહી છે. દરેક જહાજનું મોનિટરિંગ કરી રહી છે. ઈરાન અંગે પ્રવક્તાએ કોઈ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. આ બેઠકમાં જે તારણ મળે છે એના પર દુનિયાના બાકી દેશની નજર રહેલી છે. મધ્યસ્થી કરવા માટે આગળ આવેલા પાકિસ્તાનથી આમ પણ કંઈ થયું નહીં. બીજી તરફ અમેરિકા યુદ્ધના મોરચે સતત સક્રિય છે અને ઈઝરાયલ અત્યારે મૌન ધારણ કરી, સૈન્યને શાંત રાખીને બેઠો છે. 

પોલીસીની તૈયારીઓ
મધ્યસ્થી કરવામાં અને યુદ્ધ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ જતા હવે રશિયા અને અખાતી દેશ પર આધાર રાખવામાં આવી રહ્યો છે. રશિયાએ પીસ ડીલ કરાવવા અંગે જવાબદારી લેતા હવે સમીકરણ અલગ રીતે ઘડાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ માટે પુતિન એક્ટિવ થયા છે. પુતિને વિશ્વાસ અપાવ્યો હતો કે, ટૂંક સમયમાં બધુ વ્યવસ્થિત થઈ જશે.હાલ આ માટે કોઈ પોલીસીની તૈયારીઓ થઈ રહી હોય એવું સૂત્રોમાંથી જાણવા મળે છે.