Fri Sep 25 2026

Logo

જયશંકરે મિડલ ઈસ્ટની લડાઈમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, કહ્યું આશાવાદીઓનો દેશ

2026-04-04 15:56:27
Author: Mumbai Samachar Team
જયશંકરે મિડલ ઈસ્ટની લડાઈમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, કહ્યું આશાવાદીઓનો દેશ

નવી દિલ્હીઃ વિદેશમંત્રી જયશંકરે મિડલમાં ચાલી રહેલી તણાવગ્રસ્ત સ્થિતિ અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી. વિદેશમંત્રી કહ્યું હતું કે, ભારત વૈશ્વિક સંક્ટ વચ્ચ મજબૂતીથી ઊભો છે. ભારત સ્થિર છે, જે પડકારજનક સ્થિતિ આવી રહી છે એનો હિંમતથી સામનો કરવામાં આવી રહ્યો છે. આંતરિક અને બહારથી આવેલી દરેક મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. આજે વૈશ્વિક વ્યવસ્થાઓ બદલી રહી છે અને દેશની શક્તિ તથા પ્રભાવ દુનિયા પર દેખાઈ રહ્યો છે. એક પ્રકારનું જે પરિવર્તન આવ્યું એ જોઈ શકાય છે. 

પોલીસીમાં ઉત્પાદન કેન્દ્ર સ્થાને
સર્વસમાવેશી વિકાસ, પ્રતિનિધિત્વવાળું રાજકીય નેતૃત્વ અને નિર્ણાયક નેતૃત્વ આ ત્રણેય પાસા ભેગા થાય ત્યારે એક મજબૂત પાયો તૈયાર થાય છે. કોવિડ-19 અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી મોટી આફત સામે ટકી રહ્યા અને એમાંથી બહાર નીકળ્યા છીએ. ભારતની ફોરેન પોલીસી ઉત્પાદકો માટે માર્કેટ તૈયાર કરવું અથવા માર્કેટ સુધી એમને પહોંચાડવા, સાઘનો, ઔદ્યોગિક એકમો અને જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે એના પર ફોકસ કરી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક મોરચે માર પડી રહ્યો છે ત્યારે ભારતના વલણ પર દેશ-દુનિયાની નજર રહેલી છે. 

આપણો સમાજ આશાવાદી
વૈશ્વિક સ્તરે જે ઉથલપાથલ થઈ રહી છે એનાથી દેશના ધૈર્યનું પણ પરીક્ષણ થઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુલની સપ્લાય ચેઈનને માઠી અસર થઈ છે. ખાસ કરીને ગેસ અને ક્રૂડની નિયમિતતામાં ફેર પડ્યો છે. કપરા સમયમાં પણ ઓછા જોખમ હોય એવા પાસા વિચારીને દેશ આગળ વધી રહ્યો છે. ભારતીય સમાજમાં એક પ્રકારનો આશાવાદ છે જે દુનિયાના અન્ય કોઈ દેશના સમાજમાં જોવા મળતો નથી.  છેલ્લા એક દાયકામાં ઘણુ સારૂ એવું કામ થયું છે. લોકો એક વિશ્વાસ થઈ રહ્યો છે કે, આગામી દસ વર્ષ સુધી સારૂ અને ઉત્તમ કામ થઈ રહેશે. આજે ભારત દુનિયાની શ્રેષ્ઠ અર્થવ્યવસ્થામાં સામેલ છે.