Sat Sep 26 2026

Logo

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ દાખલ  મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવાયો

2026-04-06 21:52:27
Author: Chandrakant Kanoja
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ દાખલ  મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવાયો

SAJJAD HUSSAIN/AFP


નવી દિલ્હી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરાયેલ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર લોકસભા અને રાજ્યસભાના 193  સાંસદોએ સહી કરી હતી. આ પ્રસ્તાવને ઔપચારિક રીતે 12 માર્ચે રાજ્યસભાના 63  સાંસદો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેને આજે લોકસભા સચિવાલય અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા  નકારી કાઢવામાં આવ્યો હતો. આ ભારતીય લોકશાહીના પ્રથમ વાર બન્યું છે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ  મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય. 

10 પાનાની નોટિસ આપવામાં આવી હતી 

આ અંગે 12 માર્ચે રાજ્યસભાના 63  સાંસદો દ્વારા 10 પાનાની નોટિસ આપવામાં આવી હતી. જેમાં સાત આરોપ લગાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ઘ  પક્ષપાતી વર્તનથી લઈને મોટી સંખ્યામાં મતદારોના મતાધિકારથી વંચિત રાખવા સહિતના આરોપ મૂકવામાં આવ્યા હતા. 
જેમાં વિપક્ષે સંસદમાં  બિહારમાં અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આગામી ચૂંટણીઓ માટે મુખ્ય ચૂંટણી કમિશનરે SIR પ્રક્રિયાને કેવી રીતે હેન્ડલ કરી તે અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

આ નોટિસનું નેતૃત્વ તૃણમૂલ કોંગ્રેસ  દ્વારા કરવામાં આવ્યું હતું

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આ નોટિસ વિપક્ષી પક્ષોના વધતા આરોપોને પગલે આવી હતી.  આ નોટિસનું નેતૃત્વ તૃણમૂલ કોંગ્રેસ  દ્વારા કરવામાં આવ્યું હતું.