Tue Oct 06 2026

Logo

લંગુરોને ખવરાવશો તો ત્રણ વર્ષ જેલમાં જવું પડશે ને 25,000નો દંડ થશે

2026-04-04 15:43:19
Author: Pooja Shah
લંગુરોને ખવરાવશો તો ત્રણ વર્ષ જેલમાં જવું પડશે ને 25,000નો દંડ થશે

અમદાવાદઃ ગુજરાત વન વિભાગે જંગલી પ્રાણીઓને ખોરાક ન આપવા અંગે પરિપત્ર જાહેર કર્યો હતો,  જેમાં કહેવામાં આવ્યું છે કે જંગલી પ્રાણીઓને ખવરાવવું માત્ર બેજવાબદારી નથી, પરંતુ કાયદા હેઠળ સજાને પાત્ર છે. 

અધિકારીઓએ ચેતવણી આપી હતી કે વન્યજીવોને ખોરાક આપવા જેવા નાના કામ પણ તેમના કુદરતી વર્તન અને પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. હનુમાન લંગુર (સેમનોપીથેકસ એન્ટેલસ)ને ધ્યાનમાં લઈને અધિકારીઓએ નાગરિકોને કાનૂની અને પર્યાવરણીય પરિણામોની જાણકારી લેવાની પણ સલાહ આપી હતી. 

વન્યજીવન (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2022 હેઠળ, હનુમાન લંગુરને શિડ્યુલ-2 હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ પ્રાણીને કોઈપણ પ્રકારનો ખોરાક આપવો એ ગુનો માનવામાં આવે છે અને તેના માટે કડક દંડ થઈ શકે છે, જેમાં ત્રણ વર્ષ સુધીની જેલ અને ઓછામાં ઓછા ₹25,000 દંડનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓને કાનૂની રક્ષણ મળી રહ્યું છે. 

વિભાગે જાહેર જનતાને જંગલી પ્રાણીઓને ખોરાક આપવાથી દૂર રહેવા અને આવી કોઈપણ પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી હતી.