Tue Jul 07 2026

Logo

ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં આઇસીસી કરશે ફેરફાર, વન-ડે ફૉર્મેટમાં પણ બદલાવની સંભાવના

2026-07-06 21:21:59
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતનું સંચાલન કરતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની વાર્ષિક સામાન્ય સભા બુધવારે યોજાશે જેમાં વન-ડે ક્રિકેટથી માંડીને ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં મોટા બદલાવ કરવામાં આવશે એવી સંભાવના છે.

ડબ્લ્યૂટીસી શરૂ થવાને કારણે ટેસ્ટ-ક્રિકેટ રોમાંચક તો થઈ છે, પણ એની પૉઇન્ટ સિસ્ટમ ચર્ચાસ્પદ રહી છે અને એની સામે કેટલાક સવાલ પણ ઉઠ્યા છે. ડબ્લ્યૂટીસી (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં ખાસ કરીને એવી ટીમોને ફાયદો થાય છે જે ઓછી મૅચોની સિરીઝ રમે છે. જે ટીમો વધુ મૅચોની સિરીઝ રમે એનાથી એ ટીમોને વધુ ફાયદો થતો હોય છે. જોકે આ સંબંધમાં આઇસીસી (ICC) પૉઇન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવા વિચારતી હોવાની ચર્ચા છે.

બીજી રીતે કહીએ તો હવે ટેસ્ટ સિરીઝના આધારે જ પૉઇન્ટ મળશે. કોઈ ટીમ ટેસ્ટ સિરીઝ જીતે તો એને આધારે જ એના પૉઇન્ટ નક્કી થશે. એક મૅચ હારવાથી જે જીતવાથી કોઈ ફરક નહીં પડે. સિરીઝ જીતવામાં આવશે તો જ એ ટીમના પૉઇન્ટમાં ફેરફાર થશે. 2021ના ચૅમ્પિયન ન્યૂ ઝીલૅન્ડ અને 2025ના વિજેતા સાઉથ આફ્રિકા જેવી ટીમો સામાન્ય રીતે ઓછી મૅચોની ટેસ્ટ સિરીઝ રમતી હોય છે એટલે એમાં તેમણે ઓછા પરાજય જોવા પડતા હોય છે અને આવી ટીમોના પૉઇન્ટ પાંચ-પાંચ મૅચની સિરીઝ રમતી ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ જેવી ટીમો કરતાં વધુ જોવા મળતા હોય છે. 

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને હવે 12 ટીમની સ્પર્ધા બનાવવાની પણ વિચારણા છે કે જેથી એમાં આયરલૅન્ડ, ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન જેવી ટીમોની એન્ટ્રી પર પણ ચર્ચા થઈ શકે.

આઇસીસીની બુધવારની મીટિંગમાં વન-ડે મૅચોની સંખ્યા ઘટાડવા પર તેમ જ ચૅમ્પિયન્સ લીગ જેવી વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટ શરૂ કરવાની વિચારણા થઈ રહી છે.