Sat Sep 05 2026

Logo

વિજાપુરમાં પાટીદાર યુવકની સગી દીકરી-પત્નિએ સાથે મળી કઈ રીતે કરી હત્યા ? કોણે આપ્યો સાથ ? હત્યાનું શું કારણ ?

2026-07-20 10:52:00
Author: Mayur Patel
વિજાપુરમાં પાટીદાર યુવકની સગી દીકરી-પત્નિએ સાથે મળી કઈ રીતે કરી હત્યા ? કોણે આપ્યો સાથ ? હત્યાનું શું કારણ ?

મહેસાણાઃ વિજાપુરમાં પાટીદાર યુવકની સગી દીકરી-પત્નિએ હત્યા કરતાં ખળભળાટ મચી ગયો હતો. મેડિકલ સ્ટોર સંચાલક પતિને રસ્તામાંથી હટાવવા પત્નિએ સગા ભાણેજને સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

શું છે મામલો

વિજાપુરમાં ઘરકંકાસ અને શંકા-વહેમના કારણે એક દીકરી-પત્નિએ મળીને પતિની હત્યા કરવાની સોપારી આપી હતી. આ માતા પુત્રીએ મળીને પોતાના સગા ભાણેજને સોપારી આપીને પરિવારના આધારસ્તંભને કાર નીચે કચડી મારી નાખ્યા હતા. વિજાપુર પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને પત્ની, પુત્રી અને ભાણેજ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

વિજાપુરમાં રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતો યુવક પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક કારે આવીને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જે બાદ કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં આ એક સામાન્ય અકસ્માત લાગતો હતો પરંતુ જ્યારે વિજાપુર પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી.

પોલીસે તપાસ કરતા સીસીટીવીમાં એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર જોવા મળી હતી. આ દરમિયાન એક  સાક્ષી સામે આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, તેનો મિત્ર તેને CCTV કેમેરા ફિટ કરવાના બહાને ગાડીમાં સાથે લઈ ગયો હતો અને તેણે જ જાણીજોઈને એક્ટિવા સવાર યુવકને ટક્કર મારીને ગાડી ભગાવી મૂકી હતી.

આ સાક્ષીની મદદથી પોલીસે જ્યારે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી, ત્યારે અસલી સત્ય બહાર આવ્યું હતું. વિજાપુર પોલીસના જણાવ્યા મુજબ, આ કોઈ અકસ્માત નહોતો પણ પ્લાન કરીને કરવામાં આવેલી હત્યા હતી. આ હત્યાના કાવતરામાં મૃતક યુવકની પત્ની, તેની પુત્રી અને ટક્કર મારનારો સગો ભાણેજની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.