Wed May 06 2026

Logo

ટૂંકુ ને ટચઃ સ્વાદિષ્ટ મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડી...

2026-05-05 08:15:45
Author: ખુશી ઠક્કર
Article Image

ખુશી ઠક્કર

ગરમીની ઋતુમાં આઈસ કેન્ડી બાળકો અને મોટાઓ બંનેની મનપસંદ વસ્તુ છે. બજારમાં મળતી આઈસ કેન્ડીમાં કૃત્રિમ રંગો, ફ્લેવર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં ઘરે તાજા જો ઘરે જ તાજા ફળોમાંથી મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડી બનાવવીએ તો એ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. અહીં અમે ત્રણ અલગ અલગ સ્વાદવાળી મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડીની સરળ રેસિપી આપી છે.

* ક્લાસિક મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડી

સામગ્રી: 1 કપ તાજા ફળોનું પ્યુરી (સફરજન, કેરી, સ્ટ્રોબેરી, અનાનસ, કેળું), 1 કપ દૂધ અથવા નારિયેળ પાણી, 4-5 ચમચી ખાંડ અથવા મધ, 1/2 ચમચી લીંબુનો રસ, થોડું ફૂડ કલર 

રીત: તમામ તાજાં ફળોને ધોઈને પ્યુરી બનાવી લો. તેમાં દૂધ, ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને આઈસ કેન્ડી મોલ્ડ અથવા કપમાં રેડો. ઉપર લાકડી નાખીને ફ્રીઝરમાં 6-8 કલાક અથવા રાત્રિ સુધી સેટ થવા દો. સારી રીતે જામી જાય પછી મોલ્ડમાંથી કાઢીને માણો.

* લેયર્ડ મલ્ટીકલર મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડી 

સામગ્રી: અલગ અલગ ફળોનું પ્યુરી (કેરી, સ્ટ્રોબેરી, કિવી અથવા લીલું સફરજન, ઓરેન્જ), 2 કપ દહીં અથવા નારિયેળ દૂધ, 3-4 ચમચી ખાંડ, અલગ અલગ કુદરતી કલર.

રીત: ત્રણ અલગ અલગ ફળોનું પ્યુરી તૈયાર કરો. દરેક પ્યુરીમાં થોડું દહીં અને ખાંડ મિક્સ કરો. આઈસ કેન્ડી મોલ્ડમાં પહેલા એક લેયર રેડો અને 1 કલાક ફ્રીઝરમાં સેટ કરો. પછી બીજી લેયર અને ત્રીજી લેયર એક પછી એક રેડીને દરેક વખતે અડધો કલાક સેટ કરો. આ રીતે ત્રણ રંગની આકર્ષક લેયર્ડ આઈસ કેન્ડી તૈયાર થશે. સંપૂર્ણ જામી જાય પછી કાઢીને સર્વ કરો.

* ક્રીમી મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડી (મિલ્ક બેઝ)

સામગ્રી: દોઢ કપ મિક્સ ફ્રૂટ પ્યુરી (કેરી, અનાનસ, સફરજન, કેળું), 1 કપ દૂધ, 1/2 કપ ક્રીમ અથવા મલાઈ, 5 ચમચી ખાંડ, એલચી પાવડર અને વેનિલા એસેન્સ.

રીત: ફળોનું પ્યુરી અને દૂધને બ્લેન્ડ કરીને સ્મૂઘી બનાવો. તેમાં ક્રીમ, ખાંડ, એલચી અને વેનિલા એસેન્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને આઈસ કેન્ડી મોલ્ડમાં રેડીને ફ્રીઝરમાં 8 કલાક માટે મૂકો. આ કેન્ડી ક્રીમી અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

આ ત્રણેય પ્રકારની મિક્સ ફ્રૂટ આઈસ કેન્ડી બનાવવી ખૂબ જ સરળ છે અને તેમાં કોઈ કૃત્રિમ પદાર્થો વપરાતા નથી. તાજા ફળોના પોષક તત્ત્વો પણ મેળવે છે. ગરમીના દિવસોમાં પાર્ટી, પિકનિક કે ઘરે બેસીને આ આઈસ કેન્ડી બનાવીને માણો.