Sat Sep 26 2026

Logo

દિલ્હીના મ્યુઝિયમમાં સચવાયેલો છે એ પત્ર, જેને કારણે આજે આપણે ટ્રેનમાં ટોયલેટ વાપરી શકીએ છીએ, વાંચો ઓખિલ ચંદ્ર સેનની વ્યથા...

2026-04-20 14:24:00
Author: Darshana Visaria
દિલ્હીના મ્યુઝિયમમાં સચવાયેલો છે એ પત્ર, જેને કારણે આજે આપણે ટ્રેનમાં ટોયલેટ વાપરી શકીએ છીએ, વાંચો ઓખિલ ચંદ્ર સેનની વ્યથા...

ભારતીય રેલવે એટલે કે ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. સમયની સાથી ઈન્ડિયન રેલવેની 360 ડિગ્રી કાયાપલટ થઈ છે. આજે ભલે આપણે વંદે ભારત અને બુલેટ ટ્રેનની વાતો કરતા હોઈએ, પરંતુ શું તમને ખબર છે કે એક સમય એવો પણ હતો કે જ્યારે ટ્રેનમાં ટોઈલેટ જેવી બેઈઝિક ફેસેલિટી પણ નહોતી? ચોંકી ઉઠ્યા ને? આઈ નો આઈ નો હવે તમને થશે કે તો પછી આજે ટ્રેનમાં જે ટોઈલેટની સુવિધી આપવામાં આવે છે એ કેવી રીતે શરૂ થઈ? આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જાણીશું... 
 
જી હા, આ હકીકત છે. 1853માં ભારતમાં ટ્રેનસેવા શરૂ થઈ અને એના 55 વર્ષ સુધી પ્રવાસીઓને વોશરૂમ યુઝ કરવા માટે આગામી સ્ટેશનની રાહ જોવી પડતી હતી. જોકે, ત્યાર બાદ એક ચિઠ્ઠીએ આ સમસ્યાનો ઉકેલ લાવ્યો અને ટ્રેનમાં ટોઈલેટની સુવિધા આપવાની શરૂઆત થઈ. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી... 

આજે રેલ્વેના જે ટોયલેટ વિશે આપણે ફરિયાદ કરીએ છીએ, તે સુવિધા મેળવવા માટે ઓખિલ ચંદ્ર સેન નામના એક બંગાળી મુસાફરે ભારે અપમાન સહન કરવું પડ્યું હતું. 1853થી 1909 સુધી ઈન્ડિયન ટ્રેનોના લોઅર ક્લાસ ડબ્બાઓમાં ટોઈલેટની સુવિધા આપવામાં આવતી નહોતી. લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓએ સ્ટેશન પર ઉતરીને જ આ સુવિધાનો ઉપયોગ કરવો પડતો હતો.

બીજી જુલાઈ 1909ના રોજ ઓખિલચંદ્ર સેને સાહિબગંજ રેલ્વે ઓફિસને પત્ર લખીને ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, અહમદપુર સ્ટેશન પર તેઓ ટોઈલેટ જવા માટે નીચે ઉતર્યા હતા, પરંતુ ગાર્ડે વહેલાં જ વ્હીસલ વગાડી દેતાં તેમની ટ્રેન છૂટી ગઈ હતી. પત્રમાં આગળ તેમણે એવું પણ લખ્યું હતું કે, એક હાથમાં લોટો અને બીજા હાથમાં ધોતી પકડીને તેઓ ટ્રેન પાછળ દોડ્યા હતા, પરંતુ બધાની સામે તેમનું અપમાન થયું અને ટ્રેન જતી રહી.

આ પત્રની ગંભીરતા સમજીને રેલ્વે અધિકારીઓએ 80 કિમીથી વધુ અંતરની તમામ ટ્રેનોમાં ટોઈલેટ બનાવવાનો આદેશ આપ્યો હતો. આજની તારીખમાં પણ ઓખિલચંદ્ર સેનનો આ ઐતિહાસિક પત્ર દિલ્હીના નેશનલ રેલ મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યો છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...