Sat Sep 12 2026

Logo

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતનો મૃત્યુ આંક 21એ પહોંચ્યો, પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી

2026-04-20 16:56:42
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતનો મૃત્યુ આંક 21એ પહોંચ્યો, પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી

ઉધમપુર : જમ્મુ કાશ્મીરના ઉધમપુરના રામનગરમાં સર્જાયેલા અકસ્માતનો મૃત્યુ આંક 21 એ પહોંચ્યો છે.  જ્યારે 61 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની વિગત મુજબ રામનગરના કાઘોટ વિસ્તારમાં એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી.આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી.

ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા

આ અકસ્માતની મળતી વિગતો મુજબ  રામ નગર વિસ્તારમાં પર્વતીય  રસ્તા પર  ખતરનાક વળાંક પર સવારે 10:00 વાગ્યાની આસપાસ બસ અકસ્માતનો સર્જાયો હતો.  સ્થાનિક લોકો સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. 

પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી

જોકે, આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં ઘટનામાં ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિજનને રૂપિયા બે લાખની સહાયની  જાહેરાત 

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ  દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવાર અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાન વિશે જાણીને તેમને ખૂબ દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી  રૂપિયા 2 લાખની સહાય રકમ આપવામાં આવશે. ઘાયલોને રૂપિયા 50,000 સહાય આપવામાં આવશે. 

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું  માર્ગ અકસ્માત હૃદયદ્રાવક

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.  એક્સ  પર લખતા તેમણે કહ્યું કે, ઉધમપુરમાં બનેલ દુ:ખદ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. મેં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને આરોગ્ય વિભાગને અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.