Mon Apr 20 2026

Logo

‘ભાભીજી ઘર પર હૈં’ની અંગૂરી ભાભીએ લગાવ્યો હતો આરોપ, હવે અભિનેત્રી શુભાંગીએ શું કહ્યું?

2026-04-20 09:10:00
Author: Vimal Prajapati
Article Image

 

મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ “ભાભીજી ઘર પર હૈં”માં અંગૂરી ભાભીની ભૂમિકા આજે માત્ર એક કિરદાર નહીં પણ દર્શકોની ખાસ પસંદ બની ગઈ છે. આ કિરદાર માટે શિલ્પા શિંદે અને શુભાંગી અત્રે વચ્ચે એક નવો વિવાદ ફરી પ્રકાશમાં આવ્યો છે. શિલ્પાએ એક સમયે શુભાંગી પર અંગૂરી ભાભીની કામગીરી અને તેમની અભિનય‑શૈલીની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેની હાલમાં શુભાંગીએ સ્પષ્ટ જવાબ આપ્યો છે. શિલ્પા શિંદે અને શુભાંગી પર નકલ કરવાનો આરોપ લગાવ્યો તેનો લોકોએ પણ વિરોધ કર્યો હતો. હવે અભિનેત્રી શુભાંગીએ શિલ્પા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

શિલ્પા સાથે કામ કરવા માંગે છે શુભાંગી

શુભાંગીએ સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય કોઈની નકલ કરી નથી. તેમણે જણાવ્યું કે અંગૂરી ભાભી એક જ કિરદાર હોવા છતાં તેની કૉમેડી, એક્સપ્રેશન અને વલણથી આ પાત્ર આગવું તરી આવે છે. જ્યારે શુભાંગીને પૂછવામાં આવ્યું છે તમે શિલ્પા સાથે કામ કરવા માંગો છે કે નહીં ત્યારે શુંભાંગીએ શિલ્પા સાથે કામ કરવાની ઇચ્છા અને ખુશી પણ વ્યક્ત કર્યું છે. વધુમાં કહ્યું કે, હું એક અભિનેત્રી છું.મારી સામે કોણ છે તે મહત્વનું નથી,કામ કરવું એ મારી ફરજ છે.મને કેમેરા ખૂબ ગમે છે. હું બધા સાથે કામ કરવા માંગુ છું. એટલું જ નહીં પરંતુ તે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. 

શિલ્પા અને શુભાંગીમાંથી કોણ સારૂ કામ કરી શકે છે?

શુભાંગી અત્રેએ લગભગ નવ વર્ષ સુધી &TV સીરિયલ 'ભાબીજી ઘર પર હૈ' માં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, જ્યારે આ સીરિયલ પુરથી ફિલ્મ બનાવવામાં આવી ત્યારે શુભાંગી ફરી એકવાર અંગૂરી ભાભીના પાત્રમાં જોવા મળી હતી. જોકે, જ્યારે શોની બીજી સીઝનનો સમય આવ્યો, અંગૂરી ભાભીના પાત્રમાં શુભાંગીની જગ્યાએ શિલ્પા શિંદેને લેવામાં આવી હતી. શિલ્પાના આગમનથી તે સમયે ભારે ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે તે મૂળ અંગૂરી ભાભી હતી. નિર્માતાઓને આશા હતી કે શિલ્પાનો જાદુ નિઃશંકપણે શો પર પોતાનો જાદુ ચલાવશે, પરંતુ આવું થયું નહીં. 'ભાબીજી ઘર પર હૈ 2' માટે TRP રેટિંગ્સ ઘટી ગયાં હતા. જેના કારણે મેકર્સને નિરાશા મળી હતી.