બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલની જોડી ફેન્સની ફેવરિટ છે. આજે 18મી એપ્રિલના રોજ કેએલ રાહુલ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ત્યારે પત્ની આથિયાએ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં તેને વિશ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ સિવાય સસરા સુનિલ શેટ્ટીએ પણ જમાઈ કેએલ રાહુલને બર્થડે વિશ કરતી પોસ્ટ શેર કરી છે.
આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પાંચ અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં આ કપલની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ પોસ્ટમાં સૌથી વધુ ધ્યાન તેમની પુત્રી ઈવારાની ઝલકે ખેંચ્યું છે. આથિયા શેટ્ટીની આ સ્પેશિયલ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...
વાત કરીએ આથિયાની સોશિયલ મીડિયા પોસ્ટની તો આથિયાએ પોતાની પોસ્ટને ખૂબ જ રોમેન્ટિક કેપ્શન સાથે શેર કરી હતી. આથિયાએ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે હેપ્પી બર્થડે માય પર્સન. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. આથિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ફેન્સ, ક્રિકેટર્સ અને બોલીવૂડ સેલેબ્સ આ પોસ્ટ પર કમેન્ટ કરીને રાહુલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
બોલીવૂડ એક્ટર અને રાહુલના સસરા એવા સુનિલ શેટ્ટીએ પણ જમાઈ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્હાલ વરસાવ્યું હતું. સુનીલ શેટ્ટીએ શેર કરેલી પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, દુનિયામાં જ્યાં લોકો એટેન્શન પાછળ ભાગે છે, તું જમીન સાથે જોડાયેલો રહે છે. હંમેશા હસતો રહે, હું તારી સાથે છું.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકિપર કેએલ રાહુલની મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આથિયા અને રાહુલે 23મી જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. 24મી માર્ચ, 2024ના રોજ કપલે દીકરી ઈવારા (જેનો અર્થ 'ભગવાનની ભેટ' થાય છે)નું સ્વાગત કર્યું હતું.