મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને સાઉથની ફિલ્મોની "લેડી સુપરસ્ટાર" નયનતારા પહેલીવાર એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ પ્રોજેક્ટનું શૂટિંગ 18 એપ્રિલ, 2026 ના રોજ મુંબઈમાં સત્તાવાર રીતે શરૂ થયું છે. દિલ રાજુના બેનર હેઠળ આ ફિલ્મને SVC 63 નામ આપવામાં આવ્યું છે. એક ભવ્ય એક્શન, મનોરંજક ફિલ્મ તરીકે બનાવવામાં આવી રહી છે. ફિલ્મ નિર્માતાઓ આ ફિલ્મને ઈદ 2027 પર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ તો શુટિંગ ચાલી રહ્યું છે.
ગોરગાંવમાં ફિલ્મનું શુટિંગ શરૂ
ફિલ્મનું શૂટિંગ મુંબઈના ગોરેગાંવમાં SRPF ગ્રાઉન્ડ્સ ખાતે શરૂ થયું હતું. નિર્માણ માટે એક લાંબું શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મ ટીમ આગામી ત્રણ મહિના સુધી સતત શૂટિંગ કરશે, જેનો હેતુ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 સુધીમાં આખી ફિલ્મ પૂર્ણ કરવાનો છે. નયનતારા તાજેતરમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'જવાન' માં જોવા મળી હતી, જ્યાં તેના અભિનયને નોંધપાત્ર પ્રશંસા મળી હતી. હવે તે સલમાન ખાન સાથે એક નવી ઓન-સ્ક્રીન જોડી રજૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન વામશી પૈદિપલ્લી કરી રહ્યા છે, જેમને સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.
આગામી વર્ષે રીલિઝ થશે
સલમાન ખાન અભિનીત આ ફિલ્મ હાઈ લેવલ એક્શન અને ડ્રામાથી ભરપૂર હોવાનું મનાય રહ્યું છે. ફિલ્મના શુટિંગ માટે મુંબઈમાં એક ભવ્ય સેટ બનાવવામાં આવ્યો છે. ફિલ્મનો પહેલું શેડ્યૂલ એપ્રિલ અને મે વચ્ચે પૂર્ણ થવાનો છે, ત્યારબાદ બાકીના ભાગોનું શૂટિંગ આગળ વધશે. આ પ્રોજેક્ટને લઈ ફક્ત હિન્દી દર્શકો સુધી મર્યાદિત રાખવાનો ઇરાદો નથી. સમગ્ર દેશમાં દર્શકો સુધી પહોંચે માટે સાઉથના રાજ્યોની ભાષામાં પણ ફિલ્મ રીલિઝ થઈ શકે છે. આગામી વર્ષની ઈદ સુધીમાં ફિલ્મનું તમામ કામ પૂર્ણ થાય એવું પ્લાનિંગ અત્યારથી થઈ રહ્યું છે.