Sun Apr 19 2026

Logo

દીકરી ‘દુઆ’ બાદ દીપિકાએ આપ્યા ફરી ગૂડન્યૂઝ, ફોટો શેર કરીને કર્યો ખુલાસો

2026-04-19 11:48:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના ઘરે બીજીવાર પારણું બંધાશે.દીપિકા પાદુકોણ બીજી વખત માતા બની છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ફેન્સ સાથે એક વાત શેર કરી દીધી છે. આ પોસ્ટ સામે આવતા ફેન્સ એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક્ટ્રેસ દીકરી દુઆના દોઢ વર્ષ પછી દીપિકાએ પ્રેગ્નેન્સીના ગૂડ ન્યૂઝ આપ્યા છે. એક્ટ્રેસે ભાવુક અંદાજમાં આ એલાન કર્યું છે. 40 વર્ષની ઉંમરમાં તે બીજી વખત માતા બની છે. 

 

પોસ્ટ મૂકીને આપ્યા ગૂડન્યૂઝ
દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે. જેમાં દોઢ વર્ષની દીકરી દુઆના હાથમાં પ્રેગ્નેન્સી ટેસ્ટિંગ સ્ટ્રિપ છે, એમાં પણ બે લાલ રંગની લાઈન્સ દેખાઈ રહી છે. આ ફોટોના કેપ્શનમાં દીપિકાએ બે એવિલ આઈ મૂકી છે. આ પોસ્ટ સામે આવતા ફેન્સ એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, કપલ્સ માટે દિલથી દુઆ, એક્ટર તનુજ વિરવાનીએ પણ કપલ્સને શુભેચ્છાઓ પાઠવી હતી. દીપિકાએ ઘણા ઈન્ટરવ્યૂમાં માતા બનવાનો અનુભવ શેર કર્યો છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, આ જીવનનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ અનુભવ રહ્યો છે. આ પહેલા પણ એક્ટ્રેસે એવી ચોખવટ કરી હતી કે, તે જીવનના સૌથી સારા દિવસો પસાર કરી રહી છે. 

પરિવારમાં આનંદનો માહોલ
દીપિકા અને રણવીરસિંહની રીલેશનશીપ ફિલ્મ રામલીલાથી મજબૂત થઈ હતી. વર્ષો સુધી કપલ્સ એકબીજાને ડેટ કરતા હતા. વર્ષ 2018માં ઈટાલીમાં દીપિકાએ રણવીરસિંહ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2024માં એમને ત્યાં દુઆનો જન્મ થયો હતો. હવે બીજા સંતાનના સમાચારથી ફરી એમના પરિવારમાં આનંદનો માહોલ છવાય ગયો છે. તાજેતરમાં જ રણવીરસિંહની ફિલ્મ 'ધુરંધર' સુપરહિત સાબિત થઈ છે. દીપિકા આ નવા મહેમાનના આવ્યા બાદ ક્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરત ફરે છે એના પર હવે ફેન્સની નજર છે.