Mon Apr 20 2026

Logo

લેબનોનમાં ઈઝરાયેલી સૈનિકની શરમજનક હરકત: ઈસુની પ્રતિમા ખંડિત કરી, ખ્રિસ્તી સમુદાયમાં ભારે રોષ

Tel Aviv   2026-04-20 13:40:00
Author: Savan Zalariya
Article Image

તેલ અવિવ: ઈરાન સાથે સંઘર્ષ દરમિયાન ઇઝરાયલે લેબનોન પર પણ હુમલા શરુ કર્યા હતાં, હાલ યુદ્ધ વિરામ કરાર કરવામાં આવ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરવામાં આવ્યા હતાં, જેમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નો એક સૈનિક લેબનોનમાં ભગવાન ઇસુ ખ્રિસ્તી પ્રતિમા સાથે અપમાનજનક વર્તન કરી રહ્યો છે, જેના સામે ખ્રિસ્તી સમુદાયે સખત વાંધો ઉઠવ્યો છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલી એક પોસ્ટમાં એક ઇઝરાયેલી સૈનિક ભગવાન ઈસુની મૂર્તિને હથોડા વડે તોડતો દેખાઈ રહ્યો છે. અહેવાલ મુજબ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પુષ્ટિ આપી છે કે દક્ષિણ લેબનોનમાં કથિત રીતે બનેલી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

એક સત્તાવાર નિવેદનમાં IDF એ આ ઘટનાનો સ્વીકાર કર્યો. IDFએ જણાવ્યું કે પ્રારંભિક તપાસ મુજબ  ફોટોગ્રાફ દક્ષિણ લેબનોનનો છે. IDFએ જણાવ્યું કે આ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે.  સૈનિકની આ હરકત IDF સભ્યો માટે જરૂરી ધોરણો મુજબ નથી.

X પરના શેર કરવામાં આવેલા એક નિવેદનમાં IDF એ કહ્યું, "સૈનિકનું વર્તન તેના સૈનિકો પાસેથી અપેક્ષિત મૂલ્યો સાથે અસંગત છે," 

IDFએ વધુમાં જણાવ્યું કે ઉત્તરી કમાન્ડ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી "યોગ્ય પગલાં" લેવામાં આવશે.

IDF એમ પણ જણાવ્યું કે ક્ષતિગ્રસ્ત પ્રતિમાને ફરી સ્થાપવા સ્થાનિક સમુદાયને મદદ કરી રહી છે.