Mon Apr 20 2026

Logo

કૂટનીતિમાં પાકિસ્તાન નિષ્ફળ; ઈરાને ના પાડી છતાં ઇસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવાયું! લોકો ભડક્યાં

Islamabad   2026-04-20 14:37:00
Author: Vimal Prajapati
Article Image

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અત્યારે લોકડાઉન જેવા માહોલ જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના બીજા તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જો કે, ઈરાને આ બેઠકમાં સામેલ થવાની ના પાડી દીધી હોવા છતાં પણ પાકિસ્તાન તૈયારી કરી રહ્યું છે.  ઇસ્લામાબાદમાં આ દિવસોમાં અસામાન્ય પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચેની પ્રસ્તાવિત શાંતિ વાતચીત શરૂ થાય તે પહેલાં જ નિષ્ફળ થઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાન સરકારે આખો શહેર જંગના મેદાન જેવું સીલ કરી દીધું છે.

કૂટનીતિમાં પાકિસ્તાનની મોટી નિષ્ફળતા મળી પણ તેવર નથી ગયા

મહત્વની વાત એ છે કે, ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તે અમેરિકા સાથે વાતચીત કરશે નહીં, પણ તેમ છતાં ઇસ્લામાબાદને ‘રેડ ઝોન’ જાહેર કરી જનતા માટે મુશ્કેલીઓ ઊભી કરી દેવામાં આવી છે. આખરે પાકિસ્તાન સાબિત શું કરવા માંગે છે?  કૂટનીતિના ગલિયારાઓમાં આને પાકિસ્તાનની મોટી નિષ્ફળતા માનવામાં આવી રહી છે. ઈરાને પાકિસ્તાનની મેઝબાનીમાં થતી વાતચીતમાં ભાગ ન લેવાનો ઇનકાર કર્યો છે. જો શાંતિ મંત્રણા બેઠક થવાની જ નથી તો પછી તૈયારી પણ બંધ થઈ જવી જોઈએ! પરંતુ પાકિસ્તાને આવું કર્યું નથી. ઈરાન નથી આવવાનું છતાં પણ પાકિસ્તાન સરકારે રાજધાનીને છાવણીમાં ફેરવી દીધી છે. 

આખા શહેરમાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યાં

ઇસ્લામાબાદ શહેરના રસ્તાઓ પર કન્ટેનરો લગાવાયા અને ભારે સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. એટલે કે અત્યારે આખા શહેરમાં માત્ર સેના જ જોવા મળી રહી છે. લોકો સવાર કરી રહ્યાં છે કે, મુખ્ય મહેમાન આવતો નથી તો આ સુરક્ષા કોના માટે? સરકારે તમામ સરકારી મંત્રાલયો અને કચેરીઓ બંધ, કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપી દીધો છે. આ સાથે બાળકોની અભ્યાસક્રમ પણ બંધ, શાળાઓ-કોલેજોમાં રજા. રસ્તાઓ પર વાહનોને બદલે માત્ર સુરક્ષા કર્મીઓ જોવા મળે છે.

પાકિસ્તાન માટે શાંતિ મંત્રણાનો દાવ ઉલટો પડ્યો 

પાકિસ્તાની સરકાર આને ‘સુરક્ષા પ્રોટોકોલ’ કહી છે, પણ વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક શાંતિ માટે પાકિસ્તાનની કોશિશ નાકામ રહી છે.  28 ફેબ્રુઆરીથી ચાલતા અમેરિકા-ઇઝરાયલ-ઈરાન તણાવે વૈશ્વિક તેલ-ઊર્જા સંકટ ઊભું કર્યું. પાકિસ્તાનને આશા હતી કે મધ્યસ્થી કરી અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય ચિહ્ન બચાવશે. પણ આ દાવ ઉલટો પડ્યો અને શાંતિ મંત્રણા ફેલ ગઈ હતી. તે પછી પાકિસ્તાન ફરી આ બંને દેશોને શાંતિ માટે બોલાવ્યા હતા પરંતુ ઈરાને આવવાની ના પાડીને પાકિસ્તાનના અરમાનો પર પાણી ફેરવી દીધું છે.