નરેન્દ્ર મોદી સરકારે રૂપિયા 12,980 કરોડની સોવરેન ગેરંટી સાથે દરિયાઈ વીમા પૂલ શરૂ કર્યો
નવી દિલ્હીઃ વિશ્વભરમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિઓએ સમુદ્રી વેપારને મુશ્કેલીમાં બોલાવ્યો છે. વિદેશી વીમા કંપનીઓ આવા સંકટકાળમાં પાછી હટી જાય છે અથવા પ્રીમિયમનો ચાર્જ વધારી દેતી હોય છે, જેથી માલનું પરિવહન મોંઘું થઈ જાય છે. આ સમસ્યાનો મૂળથી નાશ કરવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે સમુદ્રની લહેરો વચ્ચે ભારતીય વેપારને વિદેશી વીમા પર નિર્ભર રહેવું પડશે નહીં. તાજેતરમાં સરકારે 12,980 કરોડ રૂપિયાની સોવરિન (સંપ્રભુ) ગેરંટી સાથે ‘ભારત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ’ને મંજૂરી આપી છે. આ પગલું દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે અને આયાત-નિર્યાત વેપારીઓ માટે મજબૂત રક્ષણ કવચ બનશે.
ભારત સરકારે સ્વદેશી વીમા કવચને મંજૂરી આપી
આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી વર્તમાન સ્થિતિએ સમુદ્રી વેપાર માર્ગોને અસુરક્ષિત બનાવ્યા છે. જહાજો અને તેમાંથી લાવવામાં આવતા કરોડોના માલને નુકસાનનો ભય વધ્યો છે, તેમજ વીમાનો ખર્ચ પણ વધી ગયો છે. અત્યાર સુધી ભારતીય જહાજોને તેલ પુરવઠો, જહાજોની ટક્કર, મલબાની સફાઈ કે કર્મચારીઓની ઇજા જેવી ત્રીજા પક્ષની જવાબદારીઓ માટે આંતરરાષ્ટ્રીય ‘પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી’ક્લબ પર નિર્ભર રહેવું પડતું હતું. તેમાં સમસ્યા એ હતી કે, યુદ્ધ કે પ્રતિબંધની સ્થિતિમાં આ વિદેશી કંપનીઓ કવરેજ તુરંત ખેંચી લે છે. આવા સંવેદનશીલ સમયમાં દેશના વેપારને રોકાતો અટકાવવા માટે સ્વદેશી વીમા ઢાંચાની તીવ્ર જરૂર હતી તેને હવે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે
12,980 કરોડની ગેરંટીનો લાભ કોને મળશે?
થોડા દિવસ પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં એક કેન્દ્રીય બેઠકું આયોજન કરાવમાં આવ્યું હતું. આ બેઠકમાં વીમા કવચ માટે ચર્ચા કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ભારત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ વિદેશી અને અસ્થિર સમુદ્રી માર્ગો પરથી જતા જહાજોને સસ્તું વીમા કવરેજ આપશે. આ વીમા કવચમાં એ તમામ જહાજો આવી જશે જેના પર ભારતીય ધ્વજ હોય અને તે ભારતના નિયંત્રણ હેઠલ હોય થવા તો ભારતના બંદરો પર આવા-જાવ કરતા હોય! આ વીમા કવચમાં 12,980 કરોડની ગેરંટી લાભ મળી રહેવાનો છે.
Union Cabinet chaired by PM Shri @narendramodi has taken a significant decision by approving the creation of ‘Bharat Maritime Insurance Pool’ with a sovereign guarantee of ₹12,980 crore. This important decision will ensure affordable and continuous insurance coverage for India’s… pic.twitter.com/NHWhlNIo1J
— Rajnath Singh (@rajnathsingh) April 18, 2026
આ વીમા યોજનામાં તમામ સમુદ્રી વેપાર જોખમો આવરી લેવાશે
મહત્વની વાત એ છે કે, ભારતીય જહાજોને હવે સમુદ્રમાં મોટી દુર્ઘટના કે યુદ્ધથી નુકસાન થાય તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે, આવી સ્થિતિમાં ભારત સરકાર તેમની સાથે ઊભી રહેશે. આ વીમા યોજનામાં જહાજની મશીનરી, માલ અને યુદ્ધ જોખમો સહિત તમામ સમુદ્રી વેપાર જોખમો આવરી લેવાશે. આ માત્ર વીમા યોજના નથી, પરંતુ સમુદ્રી વેપારમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું મજબૂત સાધન સાબિત થશે તેવો કેન્દ્ર સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રીમિયમની વાત કરવામાં તો પ્રારંભિક કદ 950 કરોડ રૂપિયા જેટલું હશે. આ યોજનામાં પારદર્શકતા અને સરળતા માટે વિશેષ શાસન સંસ્થા રચના કરવામં આવશે. આથી ભારતીય નૌકાયનમાં વિદેશી પ્રતિબંધોનો ભય ખતમ થશે અને વેપાર પર નિયંત્રણ મજબૂત થશે.