Tue Sep 15 2026

Logo

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા, કહ્યું સ્ટ્રીટ ફાઇટર છું એસીમાં બેસનારો કાર્યકર્તા નહિ

2026-07-27 16:45:15
Author: Chandrakant Kanoja
પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા, કહ્યું સ્ટ્રીટ ફાઇટર છું એસીમાં બેસનારો કાર્યકર્તા નહિ

નવી દિલ્હી: નીટ પેપર લીક બાદ કોકરોચ જનતા પાર્ટીએ કરેલી સંસદ માર્ચ અને તેની બાદ થયેલી હિંસાના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેની બાદ આજે પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ નેતા જયરામ રમેશને જણાવ્યું છે કે  હું એક સ્ટ્રીટ ફાઇટર છું એસીમાં બેસનારો કાર્યકર્તા નથી. 

તેમની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે સોમવારે ધર્મેન્દ્ર પ્રધાન સંસદ પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ નેતા જયરાજ રમેશ તેમણે આશ્વાસન આપવા પહોંચ્યા હતા. તેમજ કહ્યું હતું કે આવું થાય છે. પરંતુ ધર્મેન્દ્ર પ્રધાને તરત જ જવાબ આપ્યો કશું નથી થયું. તેની બાદ ધર્મેન્દ્ર પ્રધાને જયરામ રમેશને કહ્યું કે  હું એક સ્ટ્રીટ ફાઇટર છું એસીમાં બેસનારો કાર્યકર્તા નથી. 

ધર્મેન્દ્ર પ્રધાને  સોમવારે પ્રથમ વાર સંસદ ભવનમાં પહોંચ્યા હતા

આ ઉપરાંત શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાને  સોમવારે પ્રથમ વાર સંસદ ભવનમાં પહોંચ્યા હતા. ત્યારે એનડીએ સાંસદોએ તેમનું સ્વાગત કર્યું. ત્યારે  એક સાંસદે ટિપ્પણી કરી કે આ પ્રથમ વાર હતું જ્યારે કોઈ મંત્રીએ કોઈ આરોપનો સામનો કર્યા વિના રાજીનામું આપ્યું છે.