અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. જો કે, જે સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદની શક્યતા હતી, તેની તીવ્રતામાં ઘટાડો થયો છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં જ ડિપ્રેશન 'વોલમાર્ક લો પ્રેશર'માં પરિવર્તિત થશે. સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 24 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 16 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 13 ઇંચથી વધારે, છ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
પાંચ તાલુકામાં 9 ઇંચથી વધારે, છ તાલુકામાં 8 ઇંચથી વધારે, છ તાલુકામાં 7 ઇંચથી વધારે, 12 તાલુકામાં 6 ઇંચથી વધારે, 20 તાલુકામાં 5 ઇંચથી વધારે, 11 તાલુકામાં 4 ઇંચથી વધારે, 25 તાલુકામાં 3 ઇંચથી વધારે, 48 તાલુકામાં 2 ઇંચથી વધારે, 39 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 72 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ, સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ, ખેડાના નડીયાદમાં 13.43 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘાઈમાં 10.94 ઇંચ, સુરતના માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, ડાંગના સુબીરમાં 10.24 ઇંચ, આણંદના ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ખેડાના મહુધામાં 9.72 ઇંચ, આણંદના બોરસદમાં 9.21 ઇંચ, સુરતના અરેઠમાં 9.21 ઇંચ, આણંદના સોજીત્રામાં 9.09 ઇંચ, આણંદના પેટલાદમાં 9.06 ઇંચ, સુરતના ઓલપાડમાં 8.7 ઇંચ, આણંદના તારાપુરમાં 8.7 ઇંચ, નવસારીમાં 8.7 ઇંચ, નવસારીના ખેરગામમાં 8.66 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 8.58 ઇંચ, સુરતના પલસાણામાં 8.43 ઇંચ, નર્મદાના સાગબારામાં 7.91 ઇંચ, સુરતના બારડોલીમાં 7.87 ઇંચ, ડાંગમાં 7.68 ઇંચ, તાપીના વાલોડમાં 7.32 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 7.20 ઇંચ, નવસારીના જલાલપોરમાં 6.97 ઇંચ, વલસાડમાં 6.81 ઇંચ, ખેડાના માતરમાં 6.73 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 6.73 ઇંચ, નર્મદાના નાંદોદમાં 6.54 ઇંચ, સુરતમાં 6.46 ઇંચ, વલસાડના કપરાડામાં 6.3 ઇંચ, ભરૂચના વાગરામાં 6.26 ઇંચ, તાપીના વ્યારામાં 6.26 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 6.18 ઇંચ, ભરૂચમાં 6.14 ઇંચ નર્મદાના તિલકવાડામાં 6.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે ક્યાં છે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર, વાવ થરાદ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, અરવલ્લી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ખેડા, વડોદરા, સુરત, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.