Mon Oct 05 2026

Logo

હર્ષ સંઘવી સ્કોટલેન્ડમાં ગુજરાતી પાઘડી પહેરીને દાંડિયા રમ્યા, ક્યા ગીત પર ગરબે ઘૂમ્યા ?

2026-07-30 12:17:00
Author: Mayur Patel
હર્ષ સંઘવી સ્કોટલેન્ડમાં ગુજરાતી પાઘડી પહેરીને દાંડિયા રમ્યા, ક્યા ગીત પર ગરબે ઘૂમ્યા ?

સ્કોટલેન્ડઃ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. હર્ષ સંઘવી સ્કોટલેન્ડમાં ગુજરાતી પાઘડી પહેરીને દાંડિયા રમ્યા હતા. તેઓ ડાકલા અને માતાજીના ગીત પર ગરબે ઘૂમ્યા હતા.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગ્લાસગો ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન  પી. ટી. ઉષા  અને સ્કોટિશ મહાનુભાવો સાથે અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે 2030ની કોમનવેલ્થ ગેમ્સનું ગૌરવપૂર્વક યજમાનપદ ભોગવનાર આપણા શહેરના જીવંત ઉત્સાહને દર્શાવે છે.

આ ઉપરાંત તેમણે લખ્યું, ભારતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે, અમદાવાદ તેના સમૃદ્ધ ઈતિહાસ, જીવંત સંસ્કૃતિ, ભવ્ય વારસો, વિશ્વસ્તરીય રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર,  આતિથ્ય સત્કાર અને વિશ્વભરમાં લોકપ્રિય એવા ગુજરાતી વ્યંજનોનું એક અનોખું મિશ્રણ પૂરું પાડે છે. આ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર મુલાકાતીઓને 2030 ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ગ્લાસગોમાં જ અમદાવાદ શહેરના અનોખા મિજાજથી અવગત કરાવે છે.

હું ગ્લાસગો અને તેની આસપાસના તમામ લોકોને અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેવા અને ગુજરાતના રંગો, સંસ્કૃતિ, સ્વાદ અને તેના અનોખા ઉત્સાહનો અનુભવ કરવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવું છું. અમે 2030માં અમદાવાદ ખાતે વિશ્વભરના લોકોનું સ્વાગત કરવા આતુર છીએ.