Thu Sep 03 2026

Logo

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું, `હાર્દિકે ડ્રાઇવિંગ વખતે શર્ટ નહોતું પહેર્યું': જોકે હકીકતમાં...

2026-03-21 21:33:19
Author: Ajay Motiwala
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું, `હાર્દિકે ડ્રાઇવિંગ વખતે શર્ટ નહોતું પહેર્યું': જોકે હકીકતમાં...

મુંબઈઃ આવતા શનિવારે શરૂ થઈ રહેલી આઇપીએલની 19મી સીઝન માટે ટીમ સાથે પ્રૅક્ટિસ શરૂ કરનાર મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા શુક્રવારે મુંબઈમાં 12 કરોડ રૂપિયાની કિંમતની નવી ફરારી કારમાં પ્રૅક્ટિસના સ્થળ વાનખેડે સ્ટેડિયમ પર પહોંચ્યો હતો અને પ્રૅક્ટિસ પૂરી કર્યા પછી ફરારી (Ferrari)માં પાછો હૉટેલ પર પહોંચી ગયો હતો. જોકે અહીં મુદ્દો એ છે કે પાછા જતી વખતે તે શર્ટ વગર કારમાં ગોઠવાઈ ગયો હતો અને કાર હંકારી ગયો હતો એવો દાવો સોશ્યલ મીડિયામાં તેના એક ચાહકે કર્યો હતો. હકીકતમાં તે શર્ટલેસ નહોતો.

ભારતે તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો એમાં હાર્દિકે (Hardik) મહત્ત્વનું ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું. તેણે એ ટૂર્નામેન્ટમાં કુલ 217 રન કર્યા હતા અને નવ વિકેટ લીધી હતી અને હવે તેણે બધુ ધ્યાન મુંબઈ ઇન્ડિયન્સને આઇપીએલની ટ્રોફી જિતાડવા પર રાખ્યું છે.

હાર્દિક શૉર્ટ અને સ્લીવલેસ ટી-શર્ટમાં વાનખેડે પર આવ્યો હતો. પ્રૅક્ટિસ સેશન બાદ તે કાળા રંગની પોતાની ફરારીમાં બેઠો અને ડ્રાઇવિંગ શરૂ કરવાની તૈયારીમાં હતો એ સમયનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં એક યુઝરે દાવો કર્યો હતો કે હાર્દિકે શર્ટ નહોતું પહેર્યું. હકીકતમાં તેણે બાંય વગરનું ટી-શર્ટ પહેર્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચ 29મી માર્ચે વાનખેડેમાં કોલકાતા સામે રમાશે. ત્યાર પછી મુંબઈનો ચોથી એપ્રિલે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે, સાતમી એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ સામે અને 12મી એપ્રિલે વાનખેડેમાં બેંગ્લૂરુ સામે મુકાબલો થશે.