Tue Jul 21 2026

Logo

ગુયાનામાં મોટી દરિયાઈ દુર્ઘટના: 133 લોકોને લઈ જતી સરકારી બોટ પલટી ગઈ...

Guyana   2026-07-20 08:37:00
Author: Vimal Prajapati
Article Image

ક્યોર્જ ટાઉનઃ દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાથી એક દુ:ખદ અકસ્માતના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 133 લોકોને લઈ જતી એક હોડી દરિયામાં પલટી જતાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયામાં બોટ ડૂબવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ મામલે અધિકારીઓએ આ ઘટનાની જાણ કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 67 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને અન્ય લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે. 

એમવી બારીમા બોટ દરિયામાં બોટ પલટી ગઈ

જોકે, આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે, તેનો કોઈ સ્પષ્ટ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ બોટમાં 133 લોકો સવાર હતા એવું જાણવા મળ્યું છે. ગુયાનાના વડા પ્રધાન માર્ક ફિલિપ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જે બોટ પલટી ગઈ તેનું નામ 'એમવી બારીમા' હતું. તે રાજધાની જ્યોર્જટાઉનથી ઉત્તર એટલાન્ટિક કિનારા થઈને પોર્ટ કૈટુમા જઈ રહી હતી. પીએમ ફિલિપ્સે જણાવ્યું હતું કે અકસ્માત પછી શરૂ કરાયેલા શોધ અને બચાવ કામગીરી દરમિયાન બચાવી લેવામાં આવેલા 67 લોકોમાં 41 પુરૂષ, 11 મહિલાઓ 15 બાળકોનો સમાવેશ થાય છે.

 

 હેલિકોપ્ટર, વિમાન અને સરકારી જહાજોએ શોધખોળ શરૂ કરી

આ જહાજ વેનેઝુએલાની સરહદ નજીક રહેતા આદિવાસી સમુદાયોને નિયમિત સેવા પૂરી પાડે છે. ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ જહાજ તરફથી કટોકટીનો સંદેશ મળ્યો હતો. ત્યારબાદ, સરકારી એજન્સીઓ અને ખાનગી બોટને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ઉત્તર એટલાન્ટિક કિનારે પોમેરૂન નદી નજીક બની હતી, જ્યાં બોટ તોફાની મોજા વચ્ચે પલટી ગઈ હતી. હેલિકોપ્ટર, વિમાન, સરકારી જહાજો અને માછીમારી બોટ ગુમ થયેલા લોકોને શોધવા માટે આશરે 1,000 ચોરસ માઇલના દરિયાઈ વિસ્તારમાં સતત શોધખોળ ચલાવી રહ્યા છે.