Thu Jun 18 2026

Logo

ગુજરાતમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 25મી માર્ચે યોજાશે

2026-03-23 16:48:24
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો માર્ચ મહિનાનો રાજ્ય સ્વાગત તા.25મી માર્ચ, બુધવારે યોજાશે. આ કાર્યક્રમ પૂર્વે તા.26મી માર્ચના રોજ યોજાવાનો હતો. પરંતુ 26 તારીખે  રામનવમીની જાહેર રજાના અનુસંધાને આ કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે

વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. માર્ચ મહિનાના ચોથા ગુરુવાર તા. 26 માર્ચે રામનવમીની જાહેર રજાને અનુલક્ષીને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 25 માર્ચે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી હાજર રહી નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 25મી માર્ચના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.