Thu May 07 2026

Logo

ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ક્યા 14 PIને ઉઠાવીને ACBમાં મૂકી દેવાયા ?

2026-05-07 09:03:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ ફરી બદલીનો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોના 14 PIને ઉઠાવીને ACBમાં મૂકી દેવામાં આવ્યા હતા.આ બદલીને પગલે પોલીસ વિભાગમાં નવી ગોઠવણી અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

 ક્યા 14 PIને ઉઠાવીને ACBમાં મૂકી દેવાયા

એમ કે પટેલ - ખેડા, બી એન મોઢવાડિયા - પંચમહાલ, બી કે ચાવડા - દાહોદ, એમ એચ પઠાણ - પી ટી એસ વડોદરા, એન એમ તલાટી - પી ટી એસ વડોદરા, એસ કે ચારેલ - મોરબી, આર સી કાનમીયા - પોરબંદર, એસ એમ પટાણ - ભાવનગર, એચ વી ચૌધરી - સી આઈ ડી ક્રાઈમ,  જે એન ચાવડા - ઈન્ટેલીજન્સ, પી વાય ચિત્તે  - સુરત ગ્રામ્ય, એસ એમ લાસન - સાબરકાંઠા, ડી આર બારૈયા - સુરેન્દ્રનગર, પી સી મોલીયા - જી પી એ કરાઈની જાહેરહિતમાં એસીબીમાં બદલી કરવામાં આવી હતી.

આ પગલાંથી ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે. ACBમાં અનુભવી અધિકારીઓની નિમણૂંકથી તપાસની પ્રક્રિયા વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.   આ બદલી નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ તેની પાછળ કાર્યક્ષમતામાં સુધારો અને વિભાગીય સંકલન મજબૂત કરવાનો હેતુ છે. નવી જગ્યાએ નિમણૂક મળેલા અધિકારીઓને તાત્કાલિક ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફારોને કારણે પોલીસ તંત્રમાં નવી ઊર્જા અને કાર્યપદ્ધતિમાં સુધારો જોવા મળી શકે છે. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.