Fri Sep 11 2026

Logo

ઓણ વરસાદ પૂરતો રહેશે, 45 જેટલા આગાહીકારોએ કરી આગાહી

2026-05-25 21:20:57
Author: Pooja Shah
ઓણ વરસાદ પૂરતો રહેશે, 45 જેટલા આગાહીકારોએ કરી આગાહી

અમદાવાદઃ લોકો ગરમીથી ત્રાહિમામ છે ત્યારે ચોમાસા અંગે અલગ અલગ આગાહીઓ થઈ રહી છે. ચોમાસું મોડું અને વરસાદ ઓછો છે તેવા અહેવાલો વચ્ચે ગુજરાતના 45 જેટલા હવામાન નિષ્ણાતોએ વરસાદ અંગે આગાહી કરી કરી છે અને તે લોકોને ઠંડક આપનારી છે. 

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે 47 જેટલા અનુભવી હવામાન નિષ્ણાતોએ એક મંચ પર એકઠા થઈ ચોમાસા અંગેના વર્તારા આપ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે જેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જૂન મહિનામાં વાવાણીલાયક વરસાદ થઈ શકશે. હવામાનના સંકેતો મેળવવા માટે આધુનિક પદ્ધતિઓ સાથે વર્ષો જૂના વાતાવરણમંથી મળતા સંકેતો પણ ધ્યાનમાં લઈ આગાહી કરવામાં આવે છે. 

જોકે આ નિષ્ણાતોમાં અલગ અલગ મત પણ વ્યક્ત કર્યા હતા. 15 જેટલા આગાહીકારોના મત અનુસાર આ વર્ષે સારો વરસાદ વરસશે અને વર્ષ એકંદરે સારું રહશે જ્યારે અન્ય 25 કરતા વધારે નિષ્ણાતોના મતે વર્ષ મધ્યમ રહેશે અને વરસાદનું પ્રમાણ અલલ અલગ વિસ્તારોમાં અલગ અલગ રહેશે, જેને ખંડવૃષ્ટિ કહેવામાં આવે છે. આ વર્ષે ચોમાસું 15 ઑક્ટોબર બાદ વિદાય તેવી સંભાવના પણ અમુક આગાહીકારોએ વ્યક્ત કરી હતી.