Sun Sep 13 2026

Logo

મેક્સિકો વર્લ્ડ કપ-2026ના નૉકઆઉટમાં પહોંચનારો પ્રથમ દેશ

Mexico   2026-06-19 12:30:00
Author: Ajay Motiwala
મેક્સિકો વર્લ્ડ કપ-2026ના નૉકઆઉટમાં પહોંચનારો પ્રથમ દેશ

Image Source: AP


સાપૉપૅન: મેક્સિકો શુક્રવારે સાઉથ કોરિયાને પોતાની બીજી લીગ મૅચમાં 1-0થી હરાવીને આ વખતના ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.

ગોલકીપર-ડિફેન્ડર ટકરાયા અને ગોલ થયો!

મૅચનો ગોલ્ડન ગોલ મેક્સિકો (Mexico)ના લુઇસ રૉમોએ 50 મિનિટમાં કર્યો હતો. કોરિયાનો ગોલકીપર કિમ સેઉન્ગ અને ડિફેન્ડર લી જિ હ્યુક એકમેક સાથે ટકરાયા અને રૉમો (Romo) ગોલ કરવામાં સફળ થયો હતો. બંને ટીમે એકબીજા સામે મજબૂત સંરક્ષણ દીવાલ ઊભી કરી રાખી હતી. સેકન્ડ-હાફમાં સાઉથ કોરિયા 1-1ની બરાબરીમાં પણ ન આવી શક્યું અને છેવટે મેક્સિકોને પહેલી ટીમ તરીકે નૉકઆઉટમાં જવાનો અવસર મળ્યો હતો.

મેક્સિકોના સૌથી વધુ 6 પોઇન્ટ

ગ્રૂપ-એમાં મેક્સિકોના સૌથી વધુ 6 પોઇન્ટ છે. કોરિયા 3 પોઇન્ટ સાથે બીજા ક્રમે તેમ જ ચેક રિપબ્લિક અને સાઉથ આફ્રિકા એક-એક પોઇન્ટ સાથે અનુક્રમે ત્રીજા-ચોથા નંબરે છે.

2022ના વર્લ્ડ કપમાં મેક્સિકો લીગ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું, પરંતુ આ વખતે એણે પોતાની ધરતી પર બંને મૅચ જીતીને નોકઆઉટમાં પ્રવેશ કર્યો છે. આ સિદ્ધિને પગલે મેક્સિકો હવે આવનારા દિવસોમાં ઘરઆંગણે વધુ બેથી ત્રણ મૅચ રમશે.