ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના ફિક્સ પગાર કેસમાં રોકાયેલા વકીલ અને તેમની ફીનો પ્રશ્ન પૂછાયો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પૂછ્યું કે રાજ્ય સરકારના સુપ્રીમ કોર્ટેમાં ચાલતા ફિક્સ પગાર સંબંધના કેસમાં કોર્ટેમાં સરકારનો પક્ષ રાખવા કયા કયા વકીલને ક્યારથી રોકવામાં આવ્યા છે, ચુકવવાની ફી શું નક્કી થયેલી છે, 01-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલી ફી ચુકવવામાં આવી છે અને કયા કારણોસર કેટલી ફી ચુકવવાની બાકી છે ? સરકારે જણાવ્યું કે, કે કે વેણુગોપાલને દિવસના કોન્ફરન્સ અને અપિરયન્સ ફી રૂ. 5 લાખ અને કલર્કેજ ફી રૂ. 50 હજાર મળી કુલ 5.50 લાખ નક્કી કરવામાં આવ્યા છે.
કયા વકીલને ક્યારથી રોકવામાં આવ્યા
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, મહેશ અગ્રવાલને 14-04-2012થી, હરીશ સાલ્વેને 18-04-2012થી, કમલ ત્રિવેદીને 18-04-2012થી, મુકુલ રોહતગીને 18-04-2012થી, કે વિશ્વનાથનને 10-03-2014થી, તુષાર મહેતાને 03-11-2017થી, કે કે વેણુગોપાલને 17-04-2018થી, નીરજ કિશન કૌલને 30-12-2019થી, મનીષાબેન એલ શાહને 29-11-2025થી રોકવામાં આવ્યા છે.
કયા વકીલની કેટલી છે ફી
મહેશ અગ્રવાલને ડ્રાફ્ટીંગ અને એસ.એલ.પી. દાખલ અંગેની ફી - રૂ.50,000, ડ્રાફ્ટીંગ અને વિવિધ મુસદાઓ તૈયાર કરવા અંગેની ફી રૂ, 30,000, અરજીનો મુસદ્દો, પ્રતિસાદ અને જવાબ તૈયાર અંગેની ફી રૂ. 30,000, પેપર વાંચવા, ક્લાયન્ટ સાથે કોન્ફરન્સ, અભિપ્રાય ફી રૂ.10,000 (પ્રતિ કલાક), કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી રૂ.40,000(પ્રતિ દિવસ), કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી (અંતિમ સુનવણી) રૂ. 70,000 (પ્રતિ દિવસ), રજીસ્ટ્રાર કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી રૂ. 10,000 (પ્રતિ દિવસ), વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજીસ્ટ્રાર સમક્ષ ઉલ્લેખ કરવા અંગેની ફી રૂ. 10,000, ટાઈપિંગ, ફોટોકોપી, કોર્ટ ફીસ, કુરીયર વગેરે વાસ્તવિક ફી ચુકવવાનું નક્કી થયું છે. કે કે વેણુગોપાલને કોન્ફરન્સ અને અપિરયન્સ ફી રૂ. 5,00,000 તથા કલર્કેજ રૂ. 50,000 મળી કુલ 5.50 લાખ નક્કી કરવામાં આવ્યા છે.
કમલ ત્રિવેદીને પ્રતિ દિવસ અપિરયન્સ રૂ, 2,00,000, મુકુલ રોહતગીને ફોન્ફરન્સ અને અપિરયન્સ ફી રૂ. 2,00,000, મનીષાબેન એલ શાહને પ્રતિ દિવસ અપિરયન્સ રૂ. 2,00,000 નક્કી કરવામાં આવ્યા છે. હરીશ સાલ્વે, કે વિશ્વનાથન તથા નીરજ કિશન કૌલની ફી નિયત થયેલીનથી.
01-01-2026ની સ્થિતિએ મહેશ અગ્રાવલને રૂ. 3,00,000 તથા મનીષાબેન એલ શાહને રૂ, 1,75,000 ચૂકવવાના બાકી છે. જ્યારે હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે કે વેણુગોપાલઅને નીરજ કિશન કૌલને કોઈ ફી ચૂકવવાની બાકી નથી.