Fri Sep 04 2026

Logo

ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

2026-05-04 20:57:46
Author: Pooja Shah
ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે. સરકારની જાહેરાતથી લાખો કર્મચારી અને પેન્શરોને ફાયદો થશે. હાલમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 58 ટકા મળતું હતું, તે વધીને 60 ટકા થયું છે એટલે કે બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે આ વધારો જાન્યુઆરી-2026થી લાગુ પાડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ વધારાનો લાભ ગ્રાન્ટ ઈન એડ સ્કૂલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફ, પંચાયતના કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ તેમ જ પેન્શનધારકોને મળશે. 

રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારો મે-2026ના પગાર સાથે આપવાનો રહેશે. જાન્યુઆરીથી વધારો લાગુ પડ્યો હોવાથી જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીના વધારાની જે રકમ લાભધારકને મળવાપાત્ર હશે તે ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ એક અઠવાડિયામાં મેં માસના પગારની સાથે રોકડમાં ચૂકવવાની રહેશે.