Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં પોલીસ રેન્જનું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જની રચના

2026-06-04 18:06:41
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં પોલીસ રેન્જનું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જની રચના

ગાંધીનગર: ગુજરાત સરકારે સરહદી વિસ્તારની સુરક્ષાને સઘન બનાવવામાં માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગૃહ વિભાગના પરિપત્ર મુજબ બોર્ડર રેન્જમાંથી વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે. જેનું હેડ ક્વાર્ટર  પાલનપુર રહેશે. આ ઉપરાંત સરહદી જિલ્લાઓને સાંકળતા પોલીસના રેન્જ માળખામાં પણ ફેરબદલ કરાયો છે.

પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી ખૂબ જ મુશ્કેલ બનતું

બનાસકાંઠા રેન્જ પૂર્વે બોર્ડર રેન્જ (ભુજ-કચ્છ) હેઠળ પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા એમ ચાર  જિલ્લાઓ આવતા હતા. આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર આશરે 550 કિલોમીટર જેટલો અત્યંત મોટો હતો અને તેમાં 406.87 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ તથા 238 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર સામેલ હતો.  જેના લીધે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છેવાડાના વિસ્તારો અને પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી ખૂબ જ મુશ્કેલ બનતું હતું

નવી રેન્જમાં બનાસકાંઠા-પાલનપુર, પાટણ અને વાવ થરાદનો સમાવેશ

જેમાં હવે  બોર્ડર રેન્જમાં પશ્ચિમ કચ્છ-ભૂજ, પૂર્વ કચ્છ- ગાંધીધામ અને મોરબીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ રેન્જમાં  રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. જ્યારે નવી બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા-પાલનપુર, પાટણ અને વાવ થરાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ  તમામ ભૌગોલિક અને વહીવટી પાસાઓને ધ્યાને રાખીને નવી રેન્જની રચના અનિવાર્ય બની હતી. રાજય સરકારના આ નિર્ણયના પગલે હવે  સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબુત બનશે.