Wed Sep 09 2026

Logo

સૌરાષ્ટ્રમાં ખેડૂત આંદોલનનો કોઈ નિવેડો ના લવાતાં ભાજપના ક્યા હોદ્દેદારે ધરી દીધું રાજીનામું ?

2026-06-24 15:22:00
Author: Vimal Prajapati
સૌરાષ્ટ્રમાં ખેડૂત આંદોલનનો કોઈ નિવેડો ના લવાતાં ભાજપના ક્યા હોદ્દેદારે ધરી દીધું રાજીનામું ?

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ખેડૂતો મેદાને ઉતરેલા છે. પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે ખેડૂતોએ હવે શબ્દોના હથિયાર ઉઠાવી લીધા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબીના જેતપર, બોટાદ અને ધ્રાંગધ્રા પંથકના ખેડૂતો દ્વારા હાઈ-ટેન્શન વીજ લાઈન, વળતર અને કડદા પ્રથા જેવા મુદ્દાઓને લઈને આંદોલનો કરવામાં આવ્યા હતા. આંદોલનો દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનું ધાર્યું નિરાકરણ ન આવતા અને સરકારી નીતિઓનો વિરોધ નોંધાવવા સ્થાનિક સ્તરે ભાજપમાં ભંગાણ થશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. 

ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ નારાજ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું તેન કારણે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ નારાજ થયાં છે. કેટલાક આગેવાનો અને હોદ્દેદારોએ પક્ષના હોદ્દા પરથી રાજીનામાં આપ્યા છે. જો કે, રાજકીય પક્ષો અને સરકાર દ્વારા ખેડૂત સંમેલનો યોજીને આ નારાજગી દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં માળીયા મિયાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ભાવિક કાવરે ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

ખાસ કરીને વાત કરવામાં આવે તો, જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાવિક કાવરે ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું હોવાનું જાણવા મળ્યું છે. આ રાજીનામાના કારણે ભાજપમાં આંતરિક વિવાદ પ્રકાશમાં આવી શકે છે. ખેડૂતો માટે નેતાઓ આગવું પડે તેવી ભાવના સાથે આ રાજીનામું આપવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે, સરકાર દ્વારા હજી ખેડૂતોના આ આંદોલન વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી! જેના કારણે રાજ્યના ખેડૂતો વધારે નારાજ છે. 

લોકોનું કહેવું છે કે, જેતપુર ખેડૂત આંદોલન આજે માત્ર એક વિસ્તારનો પ્રશ્ન નથી, પરંતુ આખા ગુજરાતના ખેડૂતોની આશા અને વિશ્વાસનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતભરના ખેડૂતોને આશા છે કે જેતપુરનો આ સંઘર્ષ સફળ થશે અને ખેડૂતોના પ્રશ્નોના કાયમી ઉકેલનો માર્ગ ખુલશે. ખેડૂતોના હક, ન્યાય અને સન્માન માટે જેતપુરે જે અવાજ ઉઠાવ્યો છે, તે સમગ્ર ગુજરાતની લાગણી છે.

માળીયા મિયાણા તાલુકા ભાજપ પ્રમુખે શું કહ્યું?

એક તરફ માળીયા મિયાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સરકારથી નારાજ હોવાથી પક્ષમાંથી રાજીનામું આપી રહ્યો છે, જ્યારે માળીયા મિયાણા તાલુકા ભાજપ પ્રમુખ સરકારના વખાણ કરી રહ્યાં છે. માળીયા મિયાણા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ હુંબલે ખેડૂતો અંગે વાત કરતા કહ્યું કે, ખેડૂતો દ્વારા વીજ લાઈને લઈને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે.  આમાં માળીયા તાલુકા પંચાયતના ચૂંટણી સભ્યો સાથે રહ્યાં હતાં. ખેડૂતોને ન્યાય આપવા માટે ભાજપ સરકાર હંમેશા તૈયાર રહી છે. આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની વાત સાંભળશે અને ખેડૂતોને યોગ્ય ન્યાંય આપશે.