Tue Jul 14 2026

Logo

સરકારી નોકરીની સુવર્ણ તક: GSSSB દ્વારા MPHW ની ભરતી જાહેર, કયા માસમાં લેવાશે પરીક્ષા? જાણો વિગત

2026-07-14 20:59:36
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા  મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. MPHW વર્ગ-૩ સંવર્ગની કુલ 100 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવામાં આવશે.  તે માટે  ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. 

MPHW વર્ગ-૩ સંવર્ગની ભરતી માટે ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર 17 જજુલાઇ 2026ના રોજ બપોરે 2  કલાકથી 31 જુલાઇ 2026ના રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારો માટે ખાસ અપડેટ એ છે કે આ જાહેરાત ક્રમાંકની MCQ પરીક્ષાનું આયોજન સંભવિત નવેમ્બર 2026માં કરવાની મંડળે જાહેરાત કરી છે. 

આ ભરતી માટે પગારધોરણની વાત કરીએ તો, પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. 26,000 ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. ફિક્સ પગારના સમયગાળા બાદ જે તે ઉમેદવારને સાતમાં પગાર પંચના રૂ. 19900  થી રૂ. 63200 ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. 

શૈક્ષણિક લાયકાતની વિગતો

સરકાર દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (MPHW) નો ઓછામાં ઓછો એક વર્ષનો બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોવો જોઈએ; અથવા સરકાર દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટર્સનો ઓછામાં ઓછો એક વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. તે ઉપરાંત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સેનિટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) અથવા સરકાર દ્વારા માન્ય અન્ય કોઈપણ સંસ્થામાંથી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર્સનો ઓછામાં ઓછો એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.