Tue Oct 06 2026

Logo

અમદાવાદથી ઉજ્જૈન-શિરડી જતા ભાવિકો માટે મોટા સમાચાર! GSRTCએ શરૂ કરી નવી AC બસ

2026-09-17 11:33:00
Author: Mumbai Samachar Team
અમદાવાદથી ઉજ્જૈન-શિરડી જતા ભાવિકો માટે મોટા સમાચાર! GSRTCએ શરૂ કરી નવી AC બસ

અમદાવાદઃ અમદાવાદથી દર મહિને ઉજ્જૈન અને શિરડી જતા ભાવિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી એસી સીટર બસ ઉજ્જૈન અને શીરડી સુધી શરૂ કરવામાં આવી છે. ઉજ્જૈન અને શિરડી જેવા પવિત્ર યાત્રાધામ માટે યાત્રાળુઓને સીધો આનો ફાયદો મળવાનો છે. આ બન્ને બસ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે અને ગીતા મંદિરથી રવાના થઈ રહી છે. ઉજ્જૈન જવા માટે બસ દૈનિક ધોરણે સાંજે 7 વાગ્યા નીકળે છે. 

આટલા રૂટ અને સ્પોટ કવર
ઉજ્જૈન જવા માટે ગીતા મંદિરથી સવારે 7 વાગ્યે રવાના થતી બસ ગોધરા, દાહોદ, ઝાબુઆના રસ્તે ઈન્દૌર જાય છે અને ઈન્દૌરથી ઉજ્જૈન માટે નીકળે છે. આ બસનું ભાડું ₹1181 નક્કી કરવામાં આવ્યું છે જ્યારે ઉજ્જૈનથી આ જ બસ અમદાવાદ આવવા માટે ઉજ્જૈનથી સાંજે 5.40 વાગ્યે નીકળે છે. આ એસી સીટર બસ છે. શિરડી માટેની બસ નહેરૂનગરથી રવાના થાય છે. જે દૈનિક ધોરણે સવારે 7 વાગ્યે ઉપડે છે. જે સુરત થઈને સાપુતારાના રસ્તેથી શિરડી પહોંચશે. અમદાવાદથી શિરડીનું ભાડુ ₹1289 નક્કી કરાયું છે. આનાથી ઉજ્જૈન અને શિરડી જતા ભાવિકને મોટી રાહત થશે. શિરડીથી અમદાવાદ આવવા માટે બસ શિરડીથી દરરોજ સવારે 10 વાગ્યે રવાના થશે. 

વધુ મજબૂત ક્નેક્ટિવિટી
ભાવિકો તથા અન્ય પ્રવાસીઓ આ રૂટના જે તે રૂટ માટેની અપડેટ જીએસઆરટીસી વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન તથા એસટી બસના ડેપો પરથી ટિકિટ લઈ શકે છે અને બુકિંગ પણ કરાવી શકે છે. એડવાન્સ બુકિંગની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે. આ નવા રૂટથી એસટીના બે રૂટ પર લાંબા અંતરની મુસાફરી હવે આરામદાયક બની રહેવાની છે. આ માટે ખાસ તૈયારીઓ સાથે બસ રવાના થશે. આ રૂટ પર વધુ ક્નેક્ટિવિટી મજૂબત થશે અને આ વિસ્તારના લોકોને સારો એવો એપ્રોચ પણ મળી રહેશે.