નવી દિલ્હીઃ Google પોતાના AI ટૂલ્સ, એટલે કે AI Overviews અને AI Mode ને અપડેટ કરતું રહે છે. વિન્ડોઝ માટે ગૂગલ એપ અને ક્રોમ બ્રાઉઝરમાં નવા ફિચર્સ લાવ્યા બાદ હવે આ ટેક દિગ્ગજે ઉપયોગમાં સરળતા પર ફોકસ કરતા વધુ પાંચ ફીચર્સ રજૂ કર્યા છે. યૂઝર્સ હવે એક્સપર્ટ સલાહ લઇ શકે છે. પોતાની પસંદગીના સોર્સને સરળતાથી જોઇ શકે છે. લિંક પ્રીવ્યુ પણ મેળવી શકે છે. અને પોતાની પસંદગી મુજબ ઊંડાણપૂર્વકના સૂચનો જોઈ શકે છે. આ નવા ફીચર્સ હવે દુનિયાભરના યુઝર્સ માટે રોલ આઉટ થઈ રહ્યા છે.
સર્ચમાં AI Overviews અને AI Modeને મળ્યા નવા ફીચર્સ
એક બ્લોગ પોસ્ટમાં, ગૂગલે આગામી દિવસોમાં યુઝર્સને મળનારા પાંચ નવા ફીચર્સ વિશે જાણકારી આપી છે. મોટાભાગના ફીચર્સ 'ક્વોલિટી-ઓફ-લાઈફ' (જીવનધોરણ અને સુવિધા) સુધારાઓ પર આધારિત છે, પરંતુ કંપનીએ તેનો ઉપયોગ કરવાનું વધુ સરળ બનાવી દીધું છે.
Hema Budraju, Vice President of Google Search
ગૂગલ સર્ચના વાઈસ પ્રેસિડેન્ટ હેમા બુદરાજુએ જણાવ્યું કે, 'આ અનુભવો ત્યારે સૌથી વધુ મદદરૂપ સાબિત થાય છે જ્યારે તેઓ તમારા માટે વેબ પર ઉપલબ્ધ અધિકૃત (ઓથેન્ટિક) અવાજો અને ઉપયોગી માહિતી સાથેનું જોડાણ સરળ બનાવી દે છે.'
પ્રથમ નવું ફીચર યુઝર્સને તેના પ્રશ્નની ઊંડાણમાં જવાની તક આપે છે. હવે, જ્યારે પણ Gemini કોઈ પ્રશ્નનો જવાબ આપશે, ત્યારે તે તે વિષય વિશે વધુ જાણવામાં મદદ કરવા માટે કેટલાક ખાસ લેખો (આર્ટિકલ્સ) અથવા ઊંડાણપૂર્વકના વિશ્લેષણની લિંક્સ પણ બતાવશે. ગૂગલનું કહેવું છે કે તેનાથી માહિતી એકઠી કરવી વધુ સરળ બનશે.
ગૂગલ હવે સાઇટેશન્સ (સંદર્ભો) માં તમારા મનપસંદ સ્ત્રોતને ઓળખવાનું પણ સરળ બનાવી રહ્યું છે. જ્યારે પણ AI ના જવાબમાં યુઝરના ન્યૂઝ સબસ્ક્રિપ્શનની માહિતી હશે, ત્યારે તેને ઝડપથી ઓળખવા માટે એક ખાસ ટિક માર્ક અને લેબલ દેખાશે. આનાથી વિશ્વસનીય સ્ત્રોતો સુધી પહોંચવું સરળ બની જશે.

એક્સપર્ટ એડવાઇસ કદાચ સૌથી રોમાંચક અપડેટ છે. અત્યાર સુધી, AI Overviews અને AI Mode ફક્ત જુદી જુદી વેબસાઇટથી પ્રાપ્ત ફેક્ટ્સ જ બતાવતા હતા. પરંતુ હવે કંપની એવા લોકોના ઓપિનિયન અને રિવ્યૂ પણ જોડશે જેમણે તે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અથવા તો તે જગ્યાને જોઇ છે કે તેમને કોઇ ખાસ ફિલ્ડની સારી જાણકારી છે. તેને ઓનલાઇન ચર્ચાઓ અને સોશિયલ મીડિયા જેવા સીધા સોર્સથી લેવામાં આવી રહી છે. તેમાં ક્રિએટરનું નામ કે હેન્ડલ પણ હશે જેથી જાતે નક્કી કરી શકો કે આને વાંચવું છે કે નહીં.