Mon Jul 06 2026

Logo

આચમનઃ ઈશ્વર વિજ્ઞાન ને વૈજ્ઞાનિકનો વિરોધી નથી...

2026-07-06 09:40:00
Author: Anvar Vilyali
Article Image

 

અનવર વલિયાણી

વૈજ્ઞાનિકોને ઈશ્વરે જ બનાવ્યા છે અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પરમાત્માએ જ ઘડ્યાં છે.

* ઈશ્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે અને ઈશ્વરે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે.
* વૈજ્ઞાનિકો તો ઈશ્વરે ઈન્સાન જાત માટે અગાઉથી જે બનાવી રાખ્યું છે તે જ શોધે છે.
* જેનાં ગ્રંથ- પુસ્તકો પર સંશોધનનો લેખ લખી પીએચ.ડી. થવાય તો આવા પીએચ.ડી.ઓ કરતાં ગ્રંથ- પુસ્તક લખનારો વધુ ઊંચો જ હોય ને! અને
* ઈશ્વર તો વૈજ્ઞાનિકોની અંદર પણ લપાઈને જ બેઠો છે!
* ક્યારેય પણ ‘રીમોટ’થી વૈજ્ઞાનિકોને ધબ્બ કરી શકે છે.

- વિજ્ઞાન એટલે કોઈ પણ
* તત્ત્વનું, વિષયનું વિશેષ તલસ્પર્શી જ્ઞાન,
* એના ગુણધર્મનું
* શક્તિનું
* બંધારણનું
* લક્ષ્મણરેખાનું
* વિનાશનું તથા કેટલાં ક્ષેત્રોમાં કેવી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેના સિદ્ધાંતોનું

- વિશ્વમાં બધું જ શોધાઈ ચૂક્યું નથી.
- ઈશ્વરે શું શું બનાવ્યું છે તેનો બહુ જ ઓછો અંશ- ભાગ આપણને ખબર છે.
- ઈશ્વર વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો વિરોધી નથી
- ઈશ્વર ફક્ત તેના આસુરી ઉદ્દેશ અને ઉપયોગનો વિરોધી છે.
- વૈજ્ઞાનિકો વિજ્ઞાનનો ઉપયોગ

* સ્વાર્થ,
* ગર્વ કે મદમાં
* સંપૂર્ણ પૃથ્વીના જીવોનો નાશ કરી ન બેસે તે ચિંતાનો વિષય છે.
* વિજ્ઞાનના લીધે પોતાના જ નાશનો સામાન આ પૃથ્વીના માનવો ભરી બેઠા છે. અને તેને રોકવાનો રસ્તો જ્ઞાન- ઉકેલ ફક્ત આધ્યાત્મિક વૈજ્ઞાનિકો પાસે છે, જેને આપણે સંત તરીકે સંબોધીએ છીએ.

- વિજ્ઞાન શિક્ષણ- જાણકારી આપી શકે
- ડિગ્રી- માસ્ટરી આપી શકે, પણ
- રાવણ પાસે ઐશ્વર્ય તથા યુદ્ધના વિજ્ઞાનનું દસ માથાં જેટલું જ્ઞાન હતું!
* ભૌતિક વિજ્ઞાન તથા 
* શિક્ષણ સંતોનું ઉત્પાદન કરી ન શકે, તો પછી

- ઈશ્વર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનનો મહોતાજ કેમ કરીને હોઈ શકે?
- વૈજ્ઞાનિકો નવી નવી શોધો કર્યા કરે છતાં પણ ઈશ્વરના ખજાનામાં ખૂટે નહીં એટલા ઐશ્વર્યને નવીનતાની અદ્ભુત ચમત્કારિકતા ભરેલી છે.
- આપણને એમ લાગે છે કે વિજ્ઞાનના યુગમાં ઈશ્વરને માનવની મદદ-સહાયની જરૂર પડશે પરંતુ
- કોઈએ ઈશ્વરની ચિંતા કરવાની જરૂર છે ખરી?
- ઈશ્વર તો જ્યાં હતાં ત્યાં જ છે.

બોધ:

- વ્હાલાવાચક બિરાદરો!
- ભૌતિક વિજ્ઞાન સિવાયનું પણ વિજ્ઞાન છે અને
- આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા તે ઈશ્વરને અનુભવી શકે, પામી પણ શકે.
- મિત્ર પણ બનાવી શકાય! અને એ મિત્રતાને કેળવી શકાય.
- ઈશ્વર જીવનરથના ચાલક પણ બની શકે પરંતુ
- શરત ફક્ત એટલી જ કે ચાલક લઈ જાય ત્યાં અને તેમ થવું પડે તેમ જ
- એ વિષયના વૈજ્ઞાનિકને પોતાની

* ઈચ્છા, અભિમાન, કર્તાપણું
* બધું જ છોડવું પડે.

સનાતન સત્ય:

- ઈશ્વર સર્વમાં રહીને પણ અલગ રહી શકે તેવી સિધ્ધિ તેની પાસે છે અને વૈજ્ઞાનિક ઈશ્વરને પામવા જાય, નાથવા જાય તો તેમાં જ વિલીન થઈ જાય. વૈજ્ઞાનિકોનું અસ્તિત્વ જ ન રહે.
(-અને સંત કબીરજી બે કડીમાં ઘણુંબધું કહી જાય છે.)
સબ ધરતી પર કાગદ કરું,
લેખિની સબ વનરાય,
સાત સમુદ્રકી મસિ કરું,
ગુનગુન લીખા ન જાય.