Fri Apr 24 2026

Logo

ગીર સોમનાથમાં ચૂંટણી પહેલા વિરોધીઓને ફસાવવા ફાયરિંગનું નાટક કરનારો ઝડપાયો

2026-04-24 20:42:44
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગીર સોમનાથ:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયમાં આક્ષેપબાજીઓ થઈ રહી છે, ત્યારે આ દરમિયાન ગીર સોમનાથના ઉનામાં અજયભાઇ ભાણાભાઇ બાંભણીયાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાની ઉપર અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાની ખોટી માહિતી આપી હતી. 

તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીએ ચૂંટણી દરમિયાન વિરોધી પક્ષને ગંભીર ગુનામાં ફસાવવા અને નુકસાન પહોંચાડવાના બદઈરાદાથી ખોટા પુરાવા ઉભા કર્યા હતા અને ગેરકાયદે કારતૂસ પણ પોતાની પાસે રાખ્યા હતા.

ઉના પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. મોરી અને એલ. સી. બી. તથા એસ.ઓ.જી. ગીર સોમનાથની ટીમોએ ટેકનિકલ પુરાવા અને એફ.એસ.એલ. અધિકારીના અહેવાલના આધારે આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. 

પોલીસે અજય ભાણાભાઇ બાંભણીયા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે આરોપી પર અગાઉ હત્યાની કોશિશ અને રાયોટિંગ જેવા ગુનાઓ નોંધાય ચૂક્યા હોવાનું ખૂલ્યું હતું.