Wed Aug 19 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં તુર્કીયેની એન્ટ્રી: મિસાઈલ તોડી પાડીને ઈરાનને આપી કડક ચેતવણી...

tehran   2026-03-09 19:36:00
Author: Viral Rathod
Article Image

AI Generated Images


તહેરાનઃ ઈરાન ઈઝરાયલ વચ્ચેની લડાઈમાં હવે તુર્કીયએ ઝંપલાવી દીધું છે. તુર્કીયે ઈરાન બાજુથી આવેલી એક બેલેસ્ટિક મિસાઈલને ભૂમધ્યસાગરમાં જ તોડી પાડી છે. તુર્કીના રક્ષા મંત્રાલયે હવે ઈરાનને વોર્નિંગ આપી છે કે આ સમગ્ર વિસ્તારની સુરક્ષા અને સામાન્ય લોકોનું જીવન જોખમમાં ન મૂકશો. એવા કોઈ પગલાં ન ભરો કે આ સમગ્ર વિસ્તાર યુદ્ધગ્રસ્ત બને અને લોકોને જીવવું મુશ્કેલ થઈ જાય. અત્યાર સુધી આ લડાઈમાં ઈઝરાયલ અને અમેરિકા જ હતું હવે તુર્કીયે એન્ટ્રી કરતા માહોલ બદલાશે એ વાત નક્કી છે. 

બધાના હિતમાં ચેતવણી આપી
તુર્કીયેએ કહ્યું હતું કે, ચેતવણીને ગંભીરતાથી લેવી એ જ બધાના હિતમાં છે. તુર્કી ઉપર કોઈ જોખમ ઊભું થયું તો બેજીજક જ પગલાં લઈશું. આ પહેલા તુર્કીયેએ સાયપ્રસમાં યુદ્ધ માટે યુદ્ધજહાંજ ખડકી દીધું હતું. ઉત્તર સાયપ્રસની દિશામાં 16 ફાયટર જેટ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી હતી. હવે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ તોડીને ચેતવણી જાહેર કરી છે. તુર્કીયે એ એવા સમયે આ પગલું લીધું છે જ્યારે ઈરાને સાયપ્રસ પર ડ્રોન હુમલો કર્યો છે. તુર્કીયે અને સાયપ્રસ પાડોશી દેશ છે. 

ઉત્તર સાયપ્રસ તુર્કીયેના નિયંત્રણ હેઠળ
ઉત્તર સાયપ્રસ તુર્કીયેના નિયંત્રણ હેઠળ છે. ઉત્તર સાયપ્રસમાં જ તુર્કીએ F-16 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. તુર્કીયેને ભય છે કે ઈરાન તરફથી અથવા ઈરાનના સમર્થક જૂથો દ્વારા અહીં હુમલો થઈ શકે છે. આ પહેલાં તુર્કીયેએ ઈરાનને ચેતવણી આપી હતી કે તેની કોઈ પણ મિસાઇલ તુર્કીના હવાઈ ક્ષેત્રની નજીક ન પડે. પરંતુ ઈરાને આ ચેતવણીને અવગણતા બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપ વધ્યા હતા. આ પછી તુર્કીએ સુરક્ષાના પગલાં રૂપે ઉત્તર સાયપ્રસમાં F-16 ફાઇટર જેટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી છે.