Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં ફાઈનલ મેચ જોવા આવતા ક્રિકેટ રસિયાઓ માટે  સ્પેશિયલ ફ્લાઈટ્સની જાહેરાત! જાણો લિસ્ટ

2026-03-07 19:54:11
Author: Devayat Khatana
અમદાવાદમાં ફાઈનલ મેચ જોવા આવતા ક્રિકેટ રસિયાઓ માટે  સ્પેશિયલ ફ્લાઈટ્સની જાહેરાત! જાણો લિસ્ટ

અમદાવાદ: T20 વર્લ્ડ કપ ફાઇનલને લઈને  સમગ્ર દેશના ક્રિકેસ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી T20 વર્લ્ડ કપ ફાઇનલને ક્રિકેટ પ્રેમીઓની સુવિધા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી મુખ્ય એરલાઈન્સે અમદાવાદ માટે વધારાની ફ્લાઈટ્સની જાહેરાત કરી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા 8મી માર્ચના રોજ હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુથી અમદાવાદ માટે ખાસ ફ્લાઈટ્સ સંચાલિત કરવામાં આવશે. આ ફ્લાઈટ્સ વહેલી સવારથી લઈને બપોર સુધીમાં અમદાવાદ પહોંચશે, જેથી ચાહકો સમયસર મેદાન પર પહોંચી શકે. તેવી જ રીતે, એર ઈન્ડિયાએ પણ દિલ્હી, બેંગલુરુ અને મુંબઈથી આવવા-જવા માટેના પોતાના શિડ્યુલમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

ઈન્ડિગો એરલાઈન્સે પણ ચાહકોના ધસારાને પહોંચી વળવા માટે 8મી અને 9મી માર્ચના રોજ વધારાની ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી છે. મુંબઈ, નવી મુંબઈ, લખનઉ અને હૈદરાબાદ જેવા મોટા શહેરો સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. મેચ પૂરી થયા બાદ ચાહકોને પરત ફરવા માટે 9મી માર્ચના રોજ અમદાવાદથી વિવિધ શહેરો તરફ જતી ફ્લાઈટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આ વધારાની ફ્લાઈટ્સની અવરજવરને કારણે અમદાવાદ અત્યારે ક્રિકેટના રંગે રંગાયેલું જોવા મળે છે. દેશના વિવિધ ખૂણેથી આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે આ વ્યવસ્થા ખૂબ ફાયદાકારક બની રહેશે.