ભારતીય ટીમ રમી રહી છે કે નહીં એ પણ જાણી લો
ન્યૂયોર્કઃ આ વર્ષે દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડકપ 2026 શરૂ થવા જઈ રહી છે. આ વખતે ફૂટબોલ વર્લ્ડકપમાં 48 ટીમ ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટની યજમાની અમેરિકા, કેનેડા અને મેક્સિકો એમ ત્રણ દેશ ભેગા મળીને કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 11 જુના રોજ શરૂ થઈ રહી છે. ફૂટબોલ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે 48 ટીમ મેદાનમાં ઊતરશે. ટુર્નામેન્ટના મેચ 16 જુદા જુદા સિટીમાં રમાશે. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું ફોર્મેટ મોટું હોવાને કારણે લોકોને વધુ મેચ જોવા મળશે.
દરેક ટીમને ત્રણ-ત્રણ મેચ રમવા મળશે
ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ ત્રણ ત્રણ મેચ રમશે. 48 ટીમને ચાર-ચારના 12 ગ્રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે.આ પછી દરેક ગ્રુપમાંથી ટોચમાં રહેનારી બે ટીમ ડાયરેક્ટ નોકઆઉટ રાઉન્ડમાં રહેશે. આ સિવાય ત્રીજા સ્થાને રહેનારી આઠ ટીમને મેચ થકી આગળ વધવાનો ચાન્સ મળી રહેશે. આ વખતે નોકઆઉટ રાઉન્ડમાં કુલ 32 ટીમને રમવાનો ચાન્સ મળી રહેશે. રાઉન્ડ ઓફ 32થી એક નવી શરૂઆત થતા ફાઈનલમાં પહોંચનારી ટીમ જે પહેલા સાત મેચ રમતી એના બદલે આઠ મેચ રમશે.
ભારતીય સમય અનુસાર મેચ 12 જુનના રોજ શરૂ થશે, જ્યાં મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એજેક્ટા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમાશે. વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 જુલાઈના રોજ ન્યૂયોર્કના ન્યૂજર્સી મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે, જ્યાંથી ફુટબોલ ચેમ્પિયન ટીમ મળશે.ભારતમાં ફૂટબોલ ફેન્સને જો મેચ જોવી હશે તો રાત ઉજાગકરો કરવો પડશે.
ક્યારે કોઈ શકાશે ભારતમાં મેચ?
ભારતીય સમય અનુસાર ફૂટબોલની મોટા ભાગની મેચ રાતના 12.30 વાગ્યે, રાત્રે 3.30 વાગ્યે અને વહેલી સવારે 6.30 વાગ્યે શરૂ થશે. કેટલીક મેચ સવારે 7.30 વાગ્યે શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ જે મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે એ 12 જૂનના રોજ ભારતીય સમય અનુસાર 12.30 વાગ્યે શરૂ થશે.
ભારતીય ફૂટબોલની ટીમ આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ થઈ શકી નથી. આ કારણે ભારતીય ફૂટબોલની ટીમ આ ટુર્નામેન્ટમાં જોવા મળશે નહીં. સામાન્ય રીતે આવી મોટી ટુર્નામેન્ટ હોય ત્યારે ખેલાડીઓ અનેકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે, પછી એમના ખરાબ પ્રદર્શન પર દુનિયાભરમાંથી ગાળો ખાવાનો વારો આવે છે. પણ આ વર્ષે એવું નહીં થાય.
આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં એઆઈ આધારિત સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ખેલાડીઓને કોઈ પ્રકારે ટ્રોલિંગનો સામનો કરવો નહીં પડે. એઆઈની મદદથી ખેલાડીઓના સોશિયલ મીડિયા પર આવનારી દરેક કોમેન્ટ અને રિએક્શન પર નજર રાખવામાં આવશે, આ માટે એક ખાસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
ખેલાડીઓને મળશે ડિજિટલ સુરક્ષા
જ્યારે કોઈ યુઝર ખેલાડીના વ્યવહાર પર કે કોઈ ફોટો-વીડિયો પર વાંધાજનક કોન્ટેટ, કોમેન્ટ કે કોઈ વસ્તુ પોસ્ટ કરશે તો એ પોસ્ટ ઓટોમેટિક હાઈડ થઈ જશે. જેનાથી ખેલાડીઓને ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ નહીં બનવું પડે.આ માટે પહેલા દરેક ખેલાડીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટને એઆઈ સિસ્ટમ સાથે ક્નેક્ટ કરી દેવાશે, પછી જો કોઈ યુઝર એના પર કોન્ટેટ પોસ્ટ કરશે, વાંધાજનક લખાણ લખશે કે ખોટી કોમેન્ટ કરશે તો એની ઓળખ કરીને એ પોસ્ટને હાઈડ કરી દેશે. જેથી એ કોમેન્ટ અન્ય કોઈ યુઝરને દેખાશે નહીં. આ પોસ્ટ માત્ર દૂર કરવામાં જ નહીં પણ સતત સોશિયલ મીડિયા નિરિક્ષણ કરવામાં પણ એઆઈ મદદ કરશે. આનાથી દરેક ખેલાડીઓને ડિજિટલ સુરક્ષા મળશે અને દરેક ખેલાડીની પ્રોફાઈલ સુરક્ષિત રહેશે.