Tue Oct 20 2026

Logo

SIR પ્રક્રિયા વિવાદ: ચૂંટણી પંચે વિપક્ષના તમામ આક્ષેપો ફગાવ્યા, કર્યાં નવા ખુલાસા

2026-09-23 19:50:35
Author: Vimal Prajapati
SIR પ્રક્રિયા વિવાદ: ચૂંટણી પંચે વિપક્ષના તમામ આક્ષેપો ફગાવ્યા, કર્યાં નવા ખુલાસા

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી SIR પ્રક્રિયાને લઈને અત્યારે રાજકીય વિવાદ શરૂ થઈ રહ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો વિરોધ કરી રહ્યાં છે. ખાસ કરીને વિરોધી પાર્ટીઓ વતીથી અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ અને સુપ્રિયા સુળે દ્વારા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો કર્યાં છે. આ સમગ્ર વિવાદમાં હવે ચૂંટણી પંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે, અમે બંધારણ પ્રમાણે જ કામ કરી રહ્યાં છે. 

વિપક્ષના વિરોધ વચ્ચે ચૂંટણી પંચની સ્પષ્ટતા

વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂટંણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આક્ષેપ લગાવ્યો છે કે, તેઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યાં છે. જેથી ચૂંટણી પંચે સ્પષ્ટપણે કહ્યું કે, તમામ નિર્ણય બહુમતીથી જ લેવામાં આવ્યાં છે. 
વિપક્ષ દ્વારા માત્ર કેટલાક મુદ્દાઓ જ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે વાસ્તવિકતા અલગ હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા આ સમગ્ર વિવાદમાં એક પ્રેસ નોટ જાહેર કરીને પોતાનો પક્ષ રાખ્યો છે અને આ વિવાદની એક બીજી હકીકત પર પ્રકાશ પાડ્યો છે. 

ચૂંટણી પંચે જાહેર કરેલી પ્રેસ નોટમાં શું ખુલાસો કર્યો?

પ્રેસ નોટમાં લખ્યું છે કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બંધારણની કલમ 324 હેઠળ કાર્યરત એક બંધારણીય સંસ્થા છે. લેખિત નોંધો, ચર્ચાઓ અને આંતરિક નિયંત્રણ અને સંતુલન પદ્ધતિનો ઉપયોગ તેની પ્રમાણભૂત કાર્યપદ્ધતિનો ભાગ છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતા તમામ સત્તાવાર આદેશો અને નિર્ણયો યોગ્ય કાનૂની પ્રક્રિયાને અનુસરે છે અને 'મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023'ને અનુરૂપ હોય છે. 

આ પ્રેસ નોટમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી લગભગ 40 નવી પહેલોની વાત કરવામાં આવી છે. ખાસ કરીને SIR નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં તમામ નિર્ણયો સંપૂર્ણ પંચની સર્વસંમતિથી લેવામાં આવ્યા હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. 

શું છે આ સમગ્ર વિવાદ?

એક મીડિયા સંસ્થાન દ્વારાપ્રકાસિત કરવામાં આવેલા રિપોર્ટના કારણે આ વિવાદ શરૂ થયો છે. આ રિપોર્ટ પ્રમાણે એસઆઈઆરને લઈને બે ચૂંટણી કમિશનર એસ.એસ. સંધુ અને ડૉ. વિવેક જોશીએ વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ છેલ્લા 10 મહિનામાં 14 વખત મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર પણ લખવામા આવ્યો હતો, જેમાં ફોર્મ નંબર છમાં ફેરફાર અને ECInet સોફ્ટવેર અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દાવો એવો પણ કરવામાં આવ્યો કે, જ્ઞાનેશ કુમાર દ્વારા આ પત્રોની અવગણના કરવામાં આવી હતી, જેથી આ મુદ્દે હવે વિપક્ષ દ્વારા પણ ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે.