ચંદીગઢઃ પંજાબ સરકાર પર અત્યારે શંકાના વદળો ઘેરાઈ રહ્યાં છે. એક પછી એક મોટા ઝટકાઓ પંજાબ સરકારને વાગી રહ્યાં છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાની ઈડી દ્વારા આજે ધરપકડ કરી લેવામાં આવી છે. આજે વહેલી સવારે ઈડીએ સંજીવ અરોરાની સરકારી આવાસે દરોડા પાડ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, વહેલી સવારે ઈડીની ટીમ 20 થી વધારે ગાડીઓમાં ત્રાટકી હતી. દરોડા અંગે વિગતો આપવામાં આવી પરંતુ ધરપકડ અંગે હજી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, સંજીવ અરોરાની ધરપકડ કરી લેવામાં આવી છે.
સવારે 7.25 વાગ્યે 20 થી વધારે ગાડીઓ સાથે ઈડીના દરોડા
આજે સવારે ઈડીની 20થી પણ વધારે ગાડીએ વહેલી સવારે ચંદીગઢમાં સેક્ટર 2માં આવેલી સરકારી આવાસે પહોંતી હતી.સવારે 7.25 વાગ્યે અરોરાની ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતાં. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 30થી પણ વધારે સીઆઈએ અનિે એસએફ જવાનોને સાથે રાખીને ઈડીએ દરોડા પાડ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, એક જ વર્ષમાં આ ત્રીજી વખત દરોડા પાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ મહિનાની આ બીજી રેડ છે.
ચંદીગઢ, ગુરુગ્રામ અને દિલ્હીમાં એક સાથે દરોડા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈડી દ્વારા ચંદીગઢ, ગુરુગ્રામ અને દિલ્હીમાં આવેલી ઓફિસ સહિત સંજીવ અરોરાના ઘર પર એકસાથે દરોડા પાડ્યા છે. મૂળ મુદ્દો એ છે કે, સંજીવ અરોરા પર 100 કરોડથી પણ વધારેના ખોટા જીએસટી બિલનો આરોપ છે. આ સાથે મની લોન્ડ્રિંગના પણ આરોપ છે, આરોપ એવો છે કે, દુબઈથી રાઉંડ ટ્રિપ દ્વારા ગેરકાયદે ભારતમાં રૂપિયા લાવવામાં આવ્યાં છે. આ સાથે અન્ય પણ કેટલાક આરોપો તેમના પર લાગ્યાં હોવાથી ઈડી દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યાં હતાં.
આ પહેલા ક્યારે રેડ પડી હતી?
ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડાની વાત કરવામાં આવે તો, આ પહેલા 2024માં સંજીવ અરોરા જ્યારે લુધિયાણા પશ્ચિમના ધારાસભ્ય હતા ત્યારે તેમના પર જમીન કૌભાંડ મામલે રેડ પાડવામાં આવી હતી. તે પછી 2026ની શરૂઆતમાં એફઈએમએ અંદર્ગત ગુરૂગ્રામ, ચંદીગઢ, લુધિયાણા અને જલંધર સહિત 13થી પણ વધારે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં હતાં. તેછી 18 એપ્રિલે પણ લુધિયાણામાં આવેલા સંજીવ અરોરાના ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતા. આ કેસમાં આજે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.