Sat Jun 27 2026

Logo

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

2026-06-27 19:48:41
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: કાશ્મીરથી લઈને રાજધાની દિલ્હી સુધી દેશના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં નોંધાયું છે, જેની ઊંડાઈ જમીનથી 215 કિલોમીટર નીચે નોંધાઈ છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર અને પૂંછમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ દિલ્હી-એનસીઆરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, આજે સાંજે અફઘાનિસ્તાનના હિન્દુ કુશ ક્ષેત્રમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમય મુજબ ભૂકંપ 7:04 વાગ્યે  215 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો, જેના કારણે પાકિસ્તાન અને ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

આ ભૂકંપની અસર ભારતમાં પણ નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પૂંછમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ દિલ્હી-એનસીઆરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપશાસ્ત્રીઓ 6.2 ની તીવ્રતાના આ ભૂકંપને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવી શક્તિશાળી ઘટના તરીકે વર્ગીકૃત કરે છે, જોકે તેની અસરની હદ ઊંડાઈ, સ્થાન અને સ્થાનિક માળખા પર આધારિત છે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરમાં ઘણી જગ્યાએ મોટા ભૂકંપ આવ્યા છે. થોડા દિવસો પહેલા જ વેનેઝુએલામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે વેનેઝુએલામાં જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, વેનેઝુએલામાં આ ભૂકંપમાં 600 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.