Wed Jun 10 2026

Logo

અમેરિકી ડોલર પર હવે જોવા મળશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર, 165 વર્ષ જૂની પરંપરાનો અંત

Washington dc   2026-03-27 18:13:40
Author: Mumbai Samachar Team
Article Image

Donald Trump signs U.S currency


વોશિંગ્ટન: અમેરિકામાં ડોલરની નોટોમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર હવે ડોલરની નવી કાગળની નોટો પર છાપવામાં આવશે. અમેરિકન ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે કોઈ વર્તમાન રાષ્ટ્રપતિને તેમના ચલણ પર આ રીતે સામેલ કરવામાં આવશે. 

ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે જાહેરાત કરી હતી કે દેશની આઝાદીના 250મા વર્ષની ઉજવણી માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. 1861 થી ચાલી આવતી 165 વર્ષ જૂની પરંપરા તોડવામાં આવશે. અત્યાર સુધી નોટો પર ફક્ત ટ્રેઝરી સેક્રેટરી અને અમેરિકાના ટ્રેઝરરના હસ્તાક્ષર જ હતા. ટ્રેઝરરના હસ્તાક્ષર દૂર કરવામાં આવશે.

અમેરિકાના ટ્રેઝરર બેન્ડન બીચે ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે "અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ અને (ટ્રેઝરી) સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર ટૂંક સમયમાં અમેરિકાના ચલણ પર દેખાશે, જે ઇતિહાસમાં પહેલી વાર થશે અને આ રાષ્ટ્રપતિના નેતૃત્વ અને આપણા મહાન રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતિક છે, જેની અસર લાંબા સમય સુધી રહેશે.

આ મહિનાની શરૂઆતમાં એક ફેડરલ આર્ટ્સ કમિશને અમેરિકન સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં મદદ કરવા માટે ટ્રમ્પની તસવીર ધરાવતા 24-કેરેટ સોનાના એક સ્મારક સિક્કા માટે ફાઈનલ ડિઝાઈનને મંજૂરી આપી હતી. તે ફક્ત બીજી વખત હશે જ્યારે કોઈ જીવિત રાષ્ટ્રપતિને કોઈ સિક્કા પર દર્શાવવામાં આવશે. 

બેસેન્ટે એક નિવેદનમાં કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ આપણે અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ, ડોલરના લાંબા સમય સુધી રહેનારો દબદબો અને નાણાકીય મજબૂતાઈ અને સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છીએ. 

આપણા મહાન દેશ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક સિદ્ધિઓને ઓળખવા માટે અમેરિકન ડોલરના નોટોથી વધુ શક્તિશાળી કોઈ અન્ય રીત નથી. આ ઐતિહાસિક કરન્સી 250મી વર્ષગાંઠના અવસર પર જાહેર કરવામાં આવશે.