Sat Sep 05 2026

Logo

ટ્રમ્પે હવે પોપ સામે મોરચો ખોલ્યો! પોપે આપ્યો જડબાતોડ જવાબ; પોપને ઈરાનનું સમર્થન

vatican city   2026-04-14 11:50:00
Author: Savan Zalariya
ટ્રમ્પે હવે પોપ સામે મોરચો ખોલ્યો! પોપે આપ્યો જડબાતોડ જવાબ; પોપને ઈરાનનું સમર્થન


વેટિકન સીટી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કેથોલિક ચર્ચના પોપ લીઓ XIV સામે મોરચો માંડ્યો છે, ત્યારે ઈરાને પોપ લીઓ XIV ને સમર્થન આપ્યું છે. પોપ લીઓ XIV એ ઇઝરાયલ અને યુએસના આક્રામક વલણની નિંદા કરી હતી, ટ્રમ્પે પોપની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ઈરાનની સંસદના સ્પીકર, મોહમ્મદ બાઘર ગાલિબાફે X પર પોસ્ટ કરી પોપના "નિર્ભય વલણ"ને બિરદાવ્યું છે.

શનિવારે પોપ લીઓએ શાંતિ માટે વૈશ્વિક અપીલ કરી હતી. તેમણે વિશ્વના નેતાઓને હાલ ચાલી રહેલા યુદ્ધોનો અંત લાવવા અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વધતી આક્રમકતાને ખતમ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું, "પોતાની જાત અને પૈસાની મૂર્તિપૂજાનો અંત આવવો જોઈએ! શક્તિનું પ્રદર્શનખતમ કરવું જોઈએ! શાંતિ સ્થપવાનો સમય આવી ગયો છે!”

ટ્રમ્પે પોપની નિંદા કરી:
સોમવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોપ લીઓની ટીક કરી, તેમણે પોપને "ગુનાની બાબતોમાં નબળા" અને "વિદેશ નીતિમાં અજાણ" ગણાવ્યા હતા.

ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું પોપને તેમના વહીવટીતંત્રથી "ડર" લાગી રહ્યો છે.  

પોપ લિયોનો ટ્રમ્પને જબાવ:
પોપ લિયોએ સોમવારે ટ્રમ્પ સામે વળતો પ્રહાર કરતા કહ્યું, “મને તેમનાથી કોઈ ડર નથી.” તેમણે કહ્યું કે તેઓ ઈરાન સામેના યુદ્ધ સહિત યુદ્ધો વિરુદ્ધ બોલતા રહેશે.

પોપ લિયોએ કહ્યું,"મને તે સાંભળીને દુઃખ થયું, પરંતુ વિશ્વમાં ચર્ચનું જે મિશન છે એ મુજબ કાર્ય કરતો રહીશ."  તેમણે ભાર મૂક્યો કે ચર્ચની અપીલ શાંતિ અને સમાધાન માટે છે, સંઘર્ષ માટે નહીં.

ઈરાનનું પોપને સમર્થન:
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે પોપને સમર્થન આપતા કહ્યું, “"મને કોઈ ડર નથી" ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ અપરાધોની નિંદા કરતા તેનામાં શબ્દો મહત્વના છે. આ શબ્દો એવા તમામ લોકો પ્રેરણારૂપ છે, જેઓ નિર્દોષોની હત્યા સામે બોલતા રહે છે." 

ગાલિબાફે લાખો લોકોને પ્રેરણા આપવા બદલ પોપ લિયોએનો આભાર માન્યો.