Fri Sep 04 2026

Logo

ધ્રાંગધ્રા-દુધરેજ રોડ પર ગમખ્વાર અકસ્માત: બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યાં

2026-03-22 20:49:59
Author: Devayat Khatana
ધ્રાંગધ્રા-દુધરેજ રોડ પર ગમખ્વાર અકસ્માત: બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરેન્દ્રનગર:
જિલ્લાના રસ્તાઓ જાણે કાળના માર્ગ બની રહ્યા હોય તેમ વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. લટુડા કટુડા નજીક એક પુરઝડપે જતી કારે બે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના કરૂણ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર દુધરેજ માતોશ્રી પાર્ટી પ્લોટ નજીક ધાંગધ્રાથી આવતી કારે બે બાઈકને હડફેટે લઈને ગોઝારો અકસ્માત સર્જ્યો હતો.  આ ગંભીર અકસ્માતમાં દુધરેજના રબારી સમાજના યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા, જેમાં દુધરેજ રહેતા નાથુભાઈ ડાયાભાઈ કલોત્રા (ઉ. વ. 26)નું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

દરમિયાન તેમના સાથી મિત્ર મહેશભાઈ જેઠાભાઈ કડ (ઉ. વ.25)ને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 

એના પછી બંન્ને યુવકોના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંન્ને મિત્રોનું અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે નાથુભાઈ કલોત્રાએ તાજેતરમાં જ પોલીસની ભરતીમાં દોડની પરીક્ષા પાસ કરી હતી.