Sat May 02 2026

Logo

ધાનેરામાં માનવતા નેવે મુકાઈ! સાસરિયા વાળાએ પુત્રવધૂના મૃતદેહને રઝળતો મૂક્યો, મામલો પોલીસ મથકે...

2026-03-26 10:17:00
Author: Vimal Prajapati
Article Image

ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરામાં માનવતા શર્મશાર થયા તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાસરિયા વાળા પોતાના પુત્રવધૂના મૃતદેહને ધાનેરાની ખાનગી હોસ્પિટલ આગલ રઝળથો મુકીને જતા રહ્યાં હોવાની ફરિયાદ થઈ છે. આખરે શા માટે સાસરિયા વાળાએ આવું કામ કર્યું? આ મામલે પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે! આ સમગ્ર મામલે અત્યારે ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

મહિલાના મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ રઝળતો મુકાયો

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે નાનુડાની 35 વર્ષીય અંતરીબેનના ગોલા ગામમાં લગ્ન કરેલ હતા. દીકરીના મૃતદેહને સાસરિયાએ ખાનગી હોસ્પિટલ આગળ ગાડીમાં છોડી રફુચક્કર થઈ ગયાં છે. જ્યારે આ અંગે પિયર પક્ષને જાણ થઈ ત્યારે સમગ્ર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હાતં. પિયર પક્ષ દ્વારા પોલીસને કરી દેવામાં આવી છે. આ ફરિયાદમાં પિયર પક્ષે લખાવ્યું છે કે, સાસરિયા વાળા દીકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. 

મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો

આ મામલે જાણ થતા ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ મહિલાની કુદરતી મોત થયું છે કે, પછી તેની હત્યા કરવામાં આવી છે? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોતાની પુત્રવધૂના મૃતદેહને આમ રઝળતો કેવી રીતે મુકી શકાય? આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ

મહિલાના પિયર પક્ષના એક વ્યક્તિ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમને જ્યારે જાણ થઈ ત્યારે તરત આવી ગયાં હતા. અમે લાશ ગાડીમં જોઈ છે. ગોલા વાળા ગાડી મુકીને ભાગી ગયાં હતા. 11 વાગે ગાડી મુકીને ભાગી ગયાં હતા. બીજા એક વ્યક્તિએ કહ્યું કે, આ લોકો પહેલા સત્યમમાં ગયાં હતા, પછી ત્યાથી પાછા આવ્યાં અને લાશને અહીં મુકી છે. કોણ મુકીને ગયું છે તેની અમને ખાતરી નથી. દીકરીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા કેસમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે!