Mon Aug 31 2026

Logo

દિલ્હીમાં આંતકી હુમલાનું એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી

2026-05-09 19:28:55
Author: Chandrakant Kanoja
દિલ્હીમાં આંતકી હુમલાનું એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ગુપ્તચર અહેવાલો બાદ આંતકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોલીસે મહત્વના જાહેર સ્થળો, ભાજપ કાર્યાલય અને મહત્વના સરકારી ઇમારતોની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. જેમાં ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે ડીડીયુ માર્ગ પર સ્થિત ઓફિસો પર હુમલો થઇ શકે છે. 

આત્મઘાતી હુમલાની દહેશત 

આ અંગે મળતી માહિતી મુજબ  આતંકવાદીઓ આત્મઘાતી હુમલા, કાર બોમ્બ, ગોળીબાર અને આઈઇડીનો ઉપયોગ કરી શકે છે. આતંકવાદીઓ મોટા પાયે નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી

દિલ્હીમાં સંભવિત ખતરાને ધ્યાને રાખીને  સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. દિલ્હી પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.  તેમજ મુખ્ય મથકો પર વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડીડીયુ માર્ગ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.