Wed Apr 22 2026

Logo

દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનો પ્લાન નિષ્ફળ, જોઈન્ટ ઑપરેશનમાં મુંબઈથી બે શખ્સોની ધરપકડ

2026-04-05 18:59:13
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દિલ્હીમાં બૉંબ વિસ્ફોટ કરવાના પ્લાનથી આવેલા બે શખ્સોને પોલીસ પકડીને કાયદાના પાઠ ભણાવ્યા છે. ધરપકડ કરાયેલા બે વ્યક્તિમાં એકનું નામ કામરાન ઉર્ફે સોનું અને બીજાનું નામ ઈમરાન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ આરોપીઓ ટોય કારની મદદથી દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. મહારાષ્ટ્ર ATS અને દિલ્લી પોલીસ સ્પેશ્યલ સેલે મુંબઈના કુર્લા અને ખડવલી વિસ્તારમાં કરેલા જોઈન્ટ ઑપરેશનમાંથી આ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 

સંવેદનશીલ વિગત મળી
સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આરોપીઓ પાસેથી ઘણી બધી સંવેદનશીલ વસ્તુઓ મળી છે. પોલીસે હવે આશંકા છે કે, આ બન્નેને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી હશે. આરોપીઓની ઓનલાઈન ઓળખ પણ મળી હતી. JEM નામની આતંકી સંસ્થાએ એમનું બ્રેઈનવોશ કર્યું હતું.દિલ્હી સ્પેશ્યલ સેલ હવે આ કેસની આગળની તપાસ કરશે. આ કેસમાં દિલ્હી પોલીસ જુદી-જુદી દિશામાં તપાસ કરી રહી છે. ખાસ કરીને એમના હેન્ડર્સ ક્યાં બેસીને એમને ગાઈડ કરી રહ્યા હતા. આ પહેલા ચંદીગઢમાંથી ISI સાથે ક્નેક્શન ધરાવતા પાંચ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા, જેઓ ચંદીગઢમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ગ્રેનેડ બ્લાસ્ટને અંજામ આપી ચૂક્યા હતા. 

પંજાબમાં શંકાસ્પદ ડ્રોન
પાકિસ્તાનની ISI એ પંજાબ અને દિલ્હી સહિત ભારતમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલાઓ કરવા માટે તેના હેન્ડલર્સને સક્રિય કર્યા છે. આ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તાજેતરમાં પંજાબમાં શસ્ત્રો, દારૂગોળો અને IEDsનો મોટો જથ્થો મળી આવ્યા બાદ એક કેસ સંભાળ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI ભારતમાં હાજર ભરતીઓ દ્વારા આતંકવાદી હુમલાઓનું આયોજન કરવાનું કાવતરું ઘડી રહી છે. હકીકતમાં, સરહદ પારથી ડ્રોન દ્વારા ભારતમાં ફેંકવામાં આવેલ આ કન્સાઇનમેન્ટ - જે બાદમાં ફેબ્રુઆરીમાં પંજાબ પોલીસે જપ્ત કર્યું હતું - તે આ જ આતંકવાદી કાવતરાનો એક ભાગ હતો.