Sat Sep 05 2026

Logo

દેશનો પ્રથમ બેરિયર ફ્રી ટોલ પ્લાઝા ગુજરાતમાં શરૂ: હવે વાહનો ઉભા રાખવાની જરૂર નહીં રહે

2026-05-01 14:26:00
Author: Savan Zalariya
દેશનો પ્રથમ બેરિયર ફ્રી  ટોલ પ્લાઝા ગુજરાતમાં શરૂ: હવે વાહનો ઉભા રાખવાની જરૂર નહીં રહે

સુરત: નેશનલ હાઈવે પર મુસાફરી સરળ બનાવવા માટે ભારત સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે, એવામાં ભારતનું પ્રથમ બેરીયર ફ્રી મુક્ત ટોલ પ્લાઝા કાર્યરત કરવામાં આવ્યો છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે(NH48) પર દેશનો પ્રથમ આવા પ્રકારનો ટોલ પ્લાઝા કાર્યરત થઈ ગયો છે, વાહનોને ટોલ ચુકવવા માટે રોકાવાની જરૂર નહીં રહે. દેશભરમાં સંપૂર્ણપણે ઓટોમેટિક ટોલ પયેમેન્ટ તરફ આ પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

અહેવાલ મુજબ સુરત અને ભરૂચ વચ્ચે કામરેજ-ચોર્યાસી પટ્ટા પર સ્થિત ચોર્યાસી ટોલ પ્લાઝા, બે મહિનાના પરીક્ષણ બાદ આ ટોલ પ્લાઝા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ટોલ પ્લાઝા પર કોઈ ફિઝીકલ બેરીયર રાખવામાં આવ્યા નથી, જેનાથી ટોલ પોઈન્ટ પરથી વાહનો ઝડપથી પસાર થઇ શકશે., પરિણામે સમય અને ઇંધણની બચત થશે.  

દેશભરના તમામ ટોલ પ્લાઝા બેરીયર ફ્રી થશે:
અહેવાલ મુજબ આ ટોલ પ્લાઝા મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટેકનોલોજીને આધારે કામ કરે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ અનેટોલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના પ્રયાસો હેઠળ આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
આ ટોલ પ્લાઝાની સફળતાને આધારે ભારત સરકારનો 2026 ના અંત સુધીમાં દેશભરમાં 1,050 થી વધુ ટોલ પ્લાઝા પર AI-આધારિત બેરીયર ફ્રી મુક્ત ટોલ પ્લાઝા સિસ્ટમમાં લાગુ કરશે.


આ ટોલ પ્લાઝા કેવી રીતે કામ કરે છે?
ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજી અને FASTag દ્વારા હાઈ વે પરથી પસાર થતા વાહનો પસારથી ઓટોમેટિક ટોલ વસુલવામાં આવશે.

ટોલ પ્લાઝાના ઓવરહેડ ગેન્ટ્રી પર લગાવેલા હાઇ-રિઝોલ્યુશન કેમેરા વાહન નંબર પ્લેટ સ્કેન કરે છે, ત્યાર બાદ RFID સેન્સર FASTag ડીટેઈલ્સ રીડ કરે છે, જેનાથી કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના બેંક FASTag સાથે જોડાયેલા બેંક ખાતાઓમાંથી ટોલની રકમ કપાઈ જાય છે.